For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ વિકાસ અને દારૂબંધી છે મુખ્ય મુદ્દા

મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ વિકાસ અને દારૂબંધી છે મુખ્ય મુદ્દા

|
Google Oneindia Gujarati News

મોઝોરમ વિધાનસભા ચૂંટણીમાં વિકાસ અને દારૂબંધી સૌથી મહત્વના મુદ્દા તરીકે ઉભરી આવ્યા છે. વિકાસનો એજન્ડા તો સત્તાના તમામ દાવેદારોમાં સર્વસામાન્ય છે. ફરક એટલો જ છે કે સત્તારુઢ કોંગ્રેસ વિકાસનો ઢોલ પીટતાં વિકાસના નામે વોટ માંગી રહી છે તો મુખ્ય વિપક્ષી દળ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સરકારમાં આવ્યા બાદ લાગુ કરવામાં આવનાર વિકાસ પરિયોજનાઓના નામ પર વોટ માંગી રહ્યો છે. કોંગ્રેસે આ વખતે નવી જમીન ઉપયોગ નીતિને પણ પોતાનો મુદ્દો બનાવ્યો છે.

કોંગ્રેસનો વાયદો

કોંગ્રેસનો વાયદો

તેમણે એક નવો આર્થિક વિકાસ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે જે અંતર્ગત લાભાર્થિઓને એક-એક લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવી છે. કોંગ્રેસના પ્રમુખ અને મિઝોરમના મુખ્યમંત્રી લાલથનહવલા દાવો કરી રહ્યા છે કે પાર્ટીએ ગત 10 વર્ષમાં રાજ્યની સૂરત બદલી નાખી છે. તેઓ કહે છે કે રાજ્યમાં તેમની સરકાર વિરુદ્ધ કોઈ પ્રતિષ્ઠાન-વિરોધી લહેર નથી અને કોંગ્રેસ અહીં પહેલીવાર જીતની હેટ્રિક લગાવશે. લાલ થાનવાલા ભાઈ-જાતિવાદ અને ભ્રષ્ટાચાર અંગેના વિપક્ષના આરોપોને પણ વાહિયાત ગણઆવ્યા. ત્રણ વર્ષ પહેલા દારૂબંધ ખતમ કરવાના પોતાના ફેસલાનો બચાવ કરતા મુખ્યમંત્રી કહે છે કે દારૂબંધીના કારણે રાજ્યમાં નશીલી દવાઓનો ગેરકાયદેસર કારોબાર વધી રહ્યો હતો.

કહ્યું -અમે રાજ્યની સૂરત બદલી નાખી

કહ્યું -અમે રાજ્યની સૂરત બદલી નાખી

બીજી તરફ વિપક્ષ MNFએ વિકાસની સાથે દારુબંધીને પોતાનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે. તેમણે સત્તામાં આવવાની સ્થિતિમાં દારૂબંધી ફરી લાગુ કરાવવાનો ભરોસો આપ્યો છે. એમએનએફ પ્રમુખ જોરમથાંગાનો આરોપ છે કે કોંગ્રેસે 10 વર્ષના શાસનકાળ દરમિયાન મિઝોરમને બરબાદ કરી નાખ્યું છે. કોંગ્રેસની સત્તા દરમિયાન વિકાસનાં કોઈ કામ થયાં નથી. તમામ નેતા પોતાનાં ગજવાં ભરવામાં વ્યસ્ત છે. પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ પોતાની પ્રાસ્તાવિક સામાજિક-આર્થિક વિકાસ નીતિ અંતર્ગત દરેક પરિવારને ત્રણ-ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાનો ભરોસો અપાવ્યો છે.

વિરોધ પક્ષે કર્યો આ વાયદો

વિરોધ પક્ષે કર્યો આ વાયદો

સત્તા દળના ક્ષેત્રીય ગઠબંધન જોરમ પીપલ્સ મૂવમેન્ટે પાક વિમો ઉપલબ્ધ કરાવવો, ખેડૂતોના ઉત્પાદનની ખરીદી અને એમને યોગ્ય કિંમત આપવાનો વાયદો કર્યો છે. પૂર્વોત્તરને કોંગ્રેસ મુક્ત કરવાના સપનાની સાથે મેદાનમાં ઉતરેલ ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ પર ભરોસો છે. તેઓ સત્તામાં આવવાની સ્થિતિમાં મિઝોરમમાં વિકાસની ગતિ તેજ કરવા અને સમગ્ર રાજ્યની તસવીર બદલવાનું વચન આપી રહ્યા છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018માં ટ્રાન્સજેન્ડર પણ અજમાવી રહી છે કિસ્મતતેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018માં ટ્રાન્સજેન્ડર પણ અજમાવી રહી છે કિસ્મત

English summary
alcohol prohibition and developments are major issue in mizoram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X