For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂ

રાજસ્થાનના ટૉટગઢમાં ઉમેદવાર દ્વારા દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના અજમેર જિલ્લામાં શુક્રવારે યોજાઈ રહેલ મતદાનના કારણે વ્યવસ્થાઓ કડક કરી દેવામાં આવી છે. ચૂંટણી વિભાગ સાથે પોલિસે ખૂણે ખૂણે ચાંપતી નજર રાખી છે. આ કડીમાં ગુરુવારે જિલ્લા પોલિસ સુપ્રિટેન્ડન્ટ રાજેશ સિંહને સૂચના મળી કે ટૉટગઢમાં ઉમેદવાર દ્વારા દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે. એવામાં તેમણે પોલિસની ટીમને સ્થળ પર મોકલીને તરત જ 1080 પેટી દારૂ જપ્ત કરાવ્યો.

આ પણ વાંચોઃ ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યાઆ પણ વાંચોઃ ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

જપ્ત કરાયો 1080 પેટી દારૂ

જપ્ત કરાયો 1080 પેટી દારૂ

જિલ્લા પોલિસ સુપ્રિટેન્ડન્ટ રાજેશ સિંહે જણાવ્યુ કે ટૉટગઢ ક્ષેત્રમાં ઉમેદવાર દ્વારા મતદારોને દારૂ સપ્લાય કરવાની સૂચના મળી હતી. પોલિસ સુપ્રિટેન્ડન્ટના આદેશ પર પોલિસની ટીમ તરત જ બરાર રોડ સ્થિત એક મકાન પર પૂછપરછ કરી તો પ્રકાશ નગરા નામના વ્યક્તિએ પોતાને લાયસન્સધારી દારૂ વિક્રેતા ગણાવ્યો અને જપ્ત દારૂ પોતાની હોવાની વાત કરી. પોલિસે દારૂને જપ્ત કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.

એક્સાઈઝ એક્ટમાં કેસ નોંધાયો

એક્સાઈઝ એક્ટમાં કેસ નોંધાયો

ટૉટગઢ પોલિસ સ્ટેશન અધિકારી વિક્રમ સેવાવતે જણાવ્યુ કે બરાર રોડ પર જે મકાનમાં છાપો મારવામાં આવ્યો તે પ્રકાશ નાગરાનું બતાવવામાં આવી રહ્યુ છે. નાગરે આને પણ ઠેકાની જગ્યા ગણાવી છે. એક્સાઈઝ વિભાગ પાસેથી ઠેકાના લોકેશનની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં નાગર સામે એક્સાઈઝ એક્ટનો કેસ નોંધી 1080 પેટી દારૂ જપ્ત કરી લેવામાં આવી છે. એક્સાઈઝ વિભાગના રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી અમલમાં લેવામાં આવશે.

ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હતો દારૂ, અધિકારીઓ આવતા માફિયા ભાગ્યા

ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હતો દારૂ, અધિકારીઓ આવતા માફિયા ભાગ્યા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના કારણે રાજ્યમાં દરેક જગ્યાએ દારૂની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. અજમેરમાં પણ દારૂની દુકાનો સીલ કરવામાં આવી પરંતુ દોરાઈ ક્ષેત્રમાં દારૂની દુકાનની આસપાસ જ ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલી રહ્યો હતો. આ વાતની જાણકારી મીડિયાને લાગતા અધિકારીઓને આની સૂચના આપવામાં આવી. આના પર એક્સાઈઝ વિભાગના નિરીક્ષક શ્વેતા યાદ ઘણા સમય બાદ ત્યાં પહોંચ્યા. તેમના પહોંચવાની ભનક માફિયાઓને લાગી ચૂકી હતી. તેઓ પોતાનો માલ સમેટીને જતા રહ્યા. બાદમાં યાદવે ત્યાં તપાસ કરી પરંતુ ત્યાં કંઈ પણ મળ્યુ નહિ. એક્સાઈસ વિભાગની ટીમને ખાલી હાથે ત્યાંથી પાછા આવવુ પડ્યુ.

આ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપઆ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ

English summary
alcohol supply in rajasthan during election time ajmer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X