For Quick Alerts
For Daily Alerts
Video: રાજસ્થાનમાં જમીનમાંથી નીકળ્યો વેંતિયો માણસ
[અજબ ગજબ] આપને ભળવામાં આવ્યું હશે કે 'વેંતિયાના પ્રદેશમાં'. જ્યાં બધા માણસોની ઉંચાઇ માત્ર વેંત જેટલી હોય છે. પરંતુ એ તો કાલ્પિનક વાતો હતી. સવાલ હંમેશા એ થાય છે કે શું આવા માણસો હોય છે, શું પાતાળમાં રહેતા વેંતિયાઓ હોય છે, અથવા તો શું એલિયન જેવી કોઇ વસ્તુ છે ખરી? આવા જ સવાલો ઉદભવે જ્યારે રાજસ્થાનમાં એક અનોખી ઘટના સામે આવે છે.
જોધપુર જિલ્લાના બાવડી ગામમાં પાણી માટે ટ્યૂબવેલ ખોદતી વખતે જમીનથી કંઇક એવી વસ્તુ, નિકળી જેને જોઇને સૌ હેરાન રહી ગયા. જમીનમાંથી માનવની આકૃતિ ધરાવતું નાનકડુ શરીર મળ્યું, જે જોવામાં એલિયન જેવું દેખાઇ રહ્યું છે.
માનવ જેવા દેખાતા આ નાનકડા જીવના બંને હાથ પકડીને એક વ્યક્તિએ તસવીર ખેંચાવી છે. સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. કેટલાંક લોકો આ જીવને એલિયન માની રહ્યા છે, તો કેટલાંક લોકો તેને પાતાળવાસી માની રહ્યા છે. પરંતુ હજી સુધી કોઇ જાણી શક્યું નથી કે જમીનથી નીકળેલ આ નાનકડો જીવ આખરે છે શું?
આપ પણ જુઓ આ વેંતિયાનો વીડિયો...