ક્યારેક બળાત્કાર તો ક્યારેક મારપીટ, જાણો પૂજા મિશ્રાના વિવાદ

Posted By:
Subscribe to Oneindia News

બિગ બોસ સિઝન 5માં અભદ્ર ભાષાને લઇને જાણીતી બની ગયેલી મોડેલ અને એક્ટ્રેસ પૂજા મિશ્રા ફરી એકવખત વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. હાલમાં જ દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં એક સ્ટોરમાં પૂજા મિશ્રાએ બબાલ મચાવી હતી. એટલુ જ નહિં પૂજા મિશ્રા પર સ્ટોરના કર્મચારીને માર મારવો તેમજ તેને બંદુક બતાવવાનો પણ આરોપ છે.

આ આખી ઘટનાનો વિડીયો સોશ્યિલ મિડીયા પર ઘણો વાયરલ થયો હતો. જેમા સાફ સાફ જોઇ શકાય છેકે પૂજા મિશ્રા તોડફોડ કરી રહી છે, તેમજ ગંદી ગંદી ગાળો પણ બોલી રહી છે. તમને જણાવી દઇએ કે મિડીયામાં ચર્ચામાં રહેવા માટે પૂજા મિશ્રા આવી હરકતો અનેક વખત કરી ચૂકી છે. પૂજા મિશ્રાએ ક્યારેક ઉંઘમાં બળાત્કારની વાત કરી, તો ક્યારેક હોટેલના કર્મચારીને થપ્પડ મારી દીધી. એટલુ જ નહિં પૂજા મિશ્રાએ બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર બળાત્કાર કરાવવાનો આરોપ લગાવીને સનસની ફેલાવી દીધી હતી. તો આવો જાણીએ પૂજા મિશ્રા સાથે જોડાયેલા વિવાદો અંગે.

વિવાદ-1:  ઉંઘમાં બળાત્કાર થયો
  

વિવાદ-1: ઉંઘમાં બળાત્કાર થયો

પૂજા મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે તે રાજસ્થાનમાં ઉદેપુરની રેડીસન હોટેલમાં જ્યારે સૂઇ રહી હતી ત્યારે કેટલાક લોકો તેના રૂમમાં ઘુસી ગયા અને તેનો બળાત્કાર કર્યો. આશ્ચર્યજનક વાત તો એ છેકે પૂજા મિશ્રાની સાથે જ્યારે બળાત્કાર થયો ત્યારે તે ઉંઘમાં હતી અને તેને બળાત્કારની ખબર જ ના પડી.

વિવાદ-2: સોનાક્ષી અને ઇશા કોપીકર પર બળાત્કાર કરાવવાનો આરોપ
  

વિવાદ-2: સોનાક્ષી અને ઇશા કોપીકર પર બળાત્કાર કરાવવાનો આરોપ

આ ઘટના બાદ પૂજા મિશ્રાએ બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઇશા કોપીકર સહિત ચાર લોકો પર બળાત્કાર કરાવવાનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી.

વિવાદ-3: પોલીસ સાથે પણ ખરાબ વર્તન, કાલી બનવાની આપી ધમકી
  

વિવાદ-3: પોલીસ સાથે પણ ખરાબ વર્તન, કાલી બનવાની આપી ધમકી

પૂજા મિશ્રા પર મુંબઈની ડીએન પોલીસ ચોકીની મહિલા કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણુક કરવાનો આરોપ છે. આ ઘટના વખતે તેની સાથે અન્ય એક મોડેલ શ્રુતિ ગુપ્તા પણ હતી. પૂજા મિશ્રાએ પોલીસ સાથે ગાળા ગાળી કરી હતી, અને મહિલા પોલીસના વાળ ખેંચ્યા હતા. બંને મોડલે પોલીસને ધમકી આપી હતી કે જો મહિલા પોતાના પર આવી જાય તો કાળીનું રૂપ ધારણ કરી લે છે.

વિવાદ-4: નોયડાના ગેસ્ટહાઉસમાં નશાનું ઇજેક્શન આપીને બળાત્કાર
  
 

વિવાદ-4: નોયડાના ગેસ્ટહાઉસમાં નશાનું ઇજેક્શન આપીને બળાત્કાર

પૂજા મિશ્રાએ નોયડાની એક હોટેલમાં પોતાની સાથે ગેંગરેપ થયો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નિવેદનમાં તેણે કહ્યું છેકે આરોપીઓએ તેને નશાના ઇન્જેક્શન આપીને ત્રણ દિવસ સુધી બળાત્કાર કર્યો હતો.

વિવાદ-5: દિલ્હીના સ્ટોરમાં બબાલ
  

વિવાદ-5: દિલ્હીના સ્ટોરમાં બબાલ

હાલમાં જ પૂજા મિશ્રાએ રાજધાની નવી દિલ્હીના એક સ્ટોરમાં ખુબ જ બબાલ મચાવી હતી. એટલુ જ નહીં પૂજા મિશ્રા પર સ્ટોરના કર્મચારી સાથે મારપીટ કરવી અને તેને બંદુક બતાવવાનો પણ આરોપ છે.

English summary
Ex-Bigg Boss contestant Pooja Mishra is known to be in news for creating controversies. This time Pooja Misrra has been accused of assaulting the staff of a leading store in New Delhi. Here are some of the past controversies that Pooja Mishra has been involved in.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.