For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્રી વાવાઝોડા 'હૂડહૂડ' પર બધાની નજર, 51 ટીમો હાઇએલર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર: દેશના પૂર્વી તટ પર સમુદ્રી તૂફાન 'હૂડહૂડ'ના આવવાની આશંકા જોતાં એનડીઆરએફની 5 બટાલિયનોને હાઇએલર્ટ કરી દેવામાં આવી છે. આ બટાલિયનો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ અને બિહારમાં તૈનાત છે. આ એનડીઆરએફ બટાલિયનોમાં 51 ટીમો સામેલ છે. આંધ્ર પ્રદેશમાં છ રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી બે શ્રીકાકુલમ, એક વિજયનગરમ, બે વિશાખાપટ્ટનમ અને એક ટીમ ઇસ્ટ ગોદાવરી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.

ઓરિસ્સામાં નવ ટીમો તૈનાત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક ટીમ ગજપતિ, ત્રણ ગંજમ, બે ખુરદા અને એક-એક ટીમ કટક, પુરી અને બાલેશ્વરમાં તૈનાત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એનડીઆરએફ પટના, કલકત્તા અને ચેન્નઇથી ચાર-ચાર બટાલિયનો ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ માટે રવાના થઇ રહી છે.

cyclone

કુલ મળીને 27 ટીમો તે સ્થળો પર તૈના ત કરવામાં આવી રહી છે, જ્યાં તેમની જરૂરિયાત પડી શકે છે, સમુદ્રી તૂફાનના આ સ્થળો પર ટકરાવવાની આશંકા છે. વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમાં એક-એક ડીઆઇજી સ્તરના અધિકારી તૈનાત કરવામાં આવશે જે એનડીઆરએફ કાર્યોનું નિરિક્ષણ કરશે.

કુલ મળીને 162 હોડીઓ મોકલવામાં આવી રહી છે. 54 મરજીવા તથા પૂરમાં બચાવ કાર્ય કરનાર ઉપકરણો સહિત લોકોને પણ મોકલવામાં આવી રહ્યાં છે, જેથી સમુદ્રી તૂફાન કારણે પેદા થનાર કોઇપણ પડકારનો સામનો કરી શકાય.

English summary
In wake of the cyclonic storm “Hudhud” , National Disaster Response Force (NDRF) has placed its 05 Battalions situated at Tamilnadu, Andhra Pradesh, Odisha, West Bengal and Bihar on high alert. These NDRF battalions comprise 51 teams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X