For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધ

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં જે રીતે ડૉક્ટરો સાથે મારપીટનો કેસ સામે આવ્યો છે ત્યારબાદ આજે દેશભરમાં લાખો ડૉક્ટર આજે રસ્તા પર ઉતરશે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં જે રીતે ડૉક્ટરો સાથે મારપીટનો કેસ સામે આવ્યો છે ત્યારબાદ આજે દેશભરમાં લાખો ડૉક્ટર આજે રસ્તા પર ઉતરશે. જેના કારણે તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પોતાના સાથી ડૉક્ટરપો સાથે મારપીટના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર હડતાળ પર છે. આ હડતાળના સમર્થનમાં માત્ર પશ્ચિમ બંગાળ નહિ પરંતુ ઘણા રાજ્યોના ડૉક્ટર કરી રહ્યા છે. તમામ ડૉક્ટર માંગ કરી રહ્યા છે કે હોસ્પિટલમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

doctors protest

મમતા બેનર્જી નારાજ

પશ્ચિમ બંગાળમાં તમામ જૂનિયર ડૉક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો ઈનકાર કરી દીધો છે. તેમની માંગ છે કે જ્યાં સુધી સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહિ આવે ત્યાં સુધી તે કામ પર પાછા નહિ આવે. પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોનું કહેવુ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક સમય સીમા નક્કી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ પ્રદર્શનકારી ડૉક્ટરો પર તીખો હુમલો કરીને કહ્યુ હતુ કે વિપક્ષીદળ સીપીઆઈ અને ભાજપ આ ડૉક્ટરોને ભડકાવી રહી છે અને આના સાંપ્રદાયિક રંગ આપી રહી છે.

તમામ સેવાઓ બંધ

તમને જણાવી દઈએ કે ડૉક્ટરોની હડતાળના કારણે તમામ ઈમરજન્સી વૉર્ડ, પેથોલોજી, સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં બંધ છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રણ દિવસોથી આ હડતાળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે એનઆરએસ મેડીકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં બે ડૉક્ટરો સાથે મારપીટ થઈ હતી. વાસ્તવાં ઈલાજ દરમિયાન એક દર્દીનું મોત થઈ ગયુ હતુ ત્યારબાદ તેમના પરિવારજનોએ ડૉક્ટરો સાથે મારપીટ કરી હતી જેના વિરોધમાં ડૉક્ટરો હડતાળ પર છે.

દેશવ્યાપી પ્રદર્શન

આ બધા વચ્ચે ઈન્ડિયા મેડીકલ એસોસિએશને પણ આજે દેશવ્યાપી પ્રદર્શનનું એલાન કર્યુ છે. એસોસિએશને ઘાયલ ડૉક્ટરો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીને તેમના સમર્થનમાં આજે દેશવ્યાપી પ્રદર્શનનું એલાન કર્યુ છે.

આ પણ વાંચોઃ સાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓઆ પણ વાંચોઃ સાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ

English summary
all india doctors to protest against violence with doctors at workplace
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X