For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં ભાજપને સરકાર નહી બનાવવા દઈએઃ દેવગૌડા

એચડી દેવગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ ઠીક છે અને તેઓ ભાજપને કર્ણાટકની સત્તા હાંસલ નહીં કરવા દે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે અણબનના સમાચાર મળી રહ્યા હતા. પૂર્વ સીએમ સિદ્ધરમૈયાએ પણ આ વિવાદને વધારતા કહ્યું હતું કે તેઓ જનતાના આશિર્વાદથી વધુ એક વખત કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. જ્યારે સીએમ કુમારસ્વામી પહેલેથી જ ગઠબંધનની સરકાર ચલાવવામાં પડી રહેલ મુશ્કેલીઓની વાત સ્વીકારી ચૂક્યા છે. બીજી બાજુ જેડીએસ પ્રમુખ દેવગૌડએ પણ આ વિવાદ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

hd deve gowda

એચડી દેવગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ ઠીક છે અને તેઓ ભાજપને કર્ણાટકની સત્તા હાંસલ નહીં કરવા દે. એચડી દેવગૌડાએ કહ્યું કે લોકસભા ચૂંટણી સહિત કોઈ સ્થિતિમાંથી નીકળવા માટે બંને સાથે મળીને લડશે. હાલના દિવસોમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મતભેદો સામે આવ્યા હતા, એવા સમયે દેવગૌડનું આ નિવેદન બંને વચ્ચેની મુશ્કેલીઓ અને વિવાદને ઓછો કરી શકે છે.

અગાઉ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પણ કહ્યું હતું કે આગામી 15 દિવસમાં કર્ણાટકની સરકાર પડી ભાંગશે. ગૌડાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ નિર્ણય કરી લીધો છે કે તેઓ સરકારમાંથી પોતાનો ટેકો પરત ખેંચી લેશે, એવામાં હવે માત્ર ઔપચારિકતા બચી છે કે ક્યારે આ સરકાર પડી ભાંગે. એટલું જ નહીં, એમણે કહ્યું હતું કે જો સિદ્ધરમૈયા સમર્થન પાછું ખેંચી લે તો તેઓ ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકે, કેમ કે ભાજપ એમને ક્યારેય સમર્થન નહીં આપે.

English summary
All is well between Congress and JDS says HD Deve Gowda over recent controversies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X