For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં પ્રદૂષણનો કહેર- 5 નવેમ્બર સુધી બધી સ્કૂલો બંધ, નિર્માણ કાર્યો પર પણ પ્રતિબંધ લાગ્યો

દિલ્હીમાં પ્રદૂષણનો કહેર- 5 નવેમ્બર સુધી બધી સ્કૂલો બંધ, નિર્માણ કાર્યો પર પણ પ્રતિબંધ લાગ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં વધતા પ્રદૂષણને પગલે સરકારે 5 નવેમ્બર 2019 સુધી બધી જ સ્કૂલો બંધ કરવાનો ફેસલો લીધો છે. દિલ્હીની સાથોસાથ નોઈડા અને ગાઝિયાબાદમાં સ્કૂલ બંધ રહેશે. આ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા ગઠિત પેનલે શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં જન સ્વાસ્થ્ય કટોકટીની ઘોષણા કરતા પાંચ નવેમ્બર સુધી તમામ નિર્માણ કાર્યો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જણાવી દઈએ કે દિલ્હી બાદથી દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે એર ક્વૉલિટ અતિ ખરાબની શ્રેણીમાં છે.

વાયુ ગણવતા ખરાબ સ્થિતિમાં

વાયુ ગણવતા ખરાબ સ્થિતિમાં

વાયુ ગુણવત્તા ખરાબ થવાના કારણે પેરેન્ટ્સ પણ સ્કૂલ બંધ કરવાની માંગ કરી રહ્યા હતા. સ્કૂલોમાં પાછલા એક અઠવાડિયાથી આઉટડેર એક્ટિવિટ લગભગ બંધ હતી. શનિવાર-રવિવારની રજા બાદ જિલ્લા પ્રશાસને આગામી 2 દિવસો માટે રજાનું એલાન કરી દીધું છે.

દિલ્હીમાં પણ હાલાત બહુ ખરાબ

દિલ્હીમાં પણ હાલાત બહુ ખરાબ

દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે સ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે. આકાશ પર ધુમાડાની ચાદર પથરાઈ ગઈ છે. પ્રદૂષણ અને ખરાબ વાયુ ગુણવત્તાને કારણે સુપ્રીમ કોર્ટ પેનલે દિલ્હીમાં હેલ્થ ઈમર્જન્સીના હાલાત ઘોષિત કરી દીધા છે. પ્રદૂષણનું સ્તર જોતાં દિલ્હીમાં પહેલીવાર પાંચ નવેમ્બર સુધી સ્કૂલ બંધ કરવામાં આવી છે.

વૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યોવૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યો

ડૉક્ટર્સે પણ વિશેષ દેખભાળની સૂચના આપી

ડૉક્ટર્સે પણ વિશેષ દેખભાળની સૂચના આપી

દિલ્હી-એનસીઆરમાં હવામાનને જોતા ડૉક્ટર્સે પણ હ્રદય, શ્વાસ સંબંધી બીમારીઓના દર્દીઓને સલાહ આપી છે. પ્રદૂષણના ખતરનાક સ્તરને પગલે મોટી સંખ્યામાં લોકો સવારે અને સાંજે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

English summary
All schools in Delhi-Noida shut till November 5 following deteriorating air quality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X