For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમ સરકારનો નિર્ણય, બધા સરકારી મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે

અસમમમાં બધા સરકારી મદરસાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અસમમમાં બધા સરકારી મદરસાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ એલાન કર્યુ છે કે રાજ્ય સરકારે એ નિર્ણય લીધો છે કે તે કડક પગલાં લેશે. તેમણે કહ્યુ કે ઘણા મુસ્લિમ યુવકો ફેસબુક પર હિંદુ નામથી અકાઉન્ટ બનાવે છે અને મંદિરની અંદરના પોતાના ફોટા પોસ્ટ કરે છે. જ્યારે કોઈ યુવતી આવા યુવક સાથે લગ્ન કરી લે પછી તેને ખબર પડે છે કે યુવક તેના ધર્મનો નથી. આ પ્રામાણિક લગ્ન નથી પરંતુ આ વિશ્વાસ તોડવાનુ છે.

assam

મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે તે કડક પગલાં લેશે. આવતા 5 વર્ષો સુધી અમે કોશિશ કરીશુ કે બધા લગ્ન સ્વતંત્ર ઈચ્છાથી થાય અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય. અમે આ પ્રકારના લગ્ન સામે લડાઈ લડીશુ કે જે ઠગાઈ કરીને કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે બધા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે, અમુક સ્કૂલ શિક્ષકોને સરકાર દ્વારા સંચાલિત સ્કૂલોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મદરસાને બંધ કરી દેવામાં આવશે. આ બાબતે નવેમ્બર મહિનામાં એક નોટિફિકેશન જારી કરવામાં આવશે.

હેમંત બિસ્વા શર્માએ કહ્યુ કે મારુ મંતવ્ય છે કે સરકારના ખર્ચ પર કુરાનનો અભ્યાસ ન કરાવી શકાય. જો આપણે આવુ કરવુ હોય તો આપણે બાઈબલ અને ભગવત ગીતાને પણ ભણાવવી પડે. માટે અમે એક સમાનતા લાવવા ઈચ્છીએ છીએ અને આ પરંપરાને ખતમ કરવા માંગીએ છીએ.

બિહારઃ પહેલા તબક્કાની 71 વિધાનસભા સીટ પર 1065 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણીબિહારઃ પહેલા તબક્કાની 71 વિધાનસભા સીટ પર 1065 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી

English summary
All state run madrssas will be converted into regular school in Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X