For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSFમાંથી સસ્પેન્ડ થયેલા જવાન તેજ બહાદૂરની ચૂંટણી અરજી પર પીએમ મોદીને HCની નોટિસ

અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસીથી લોકસભા ચૂંટણીને પડકરાતી એક ચૂંટણી અરજી પર તેમને શુક્રવારે નોટિસ આપી છે.

|
Google Oneindia Gujarati News

અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસીથી લોકસભા ચૂંટણીને પડકરાતી એક ચૂંટણી અરજી પર તેમને શુક્રવારે નોટિસ આપી છે. ન્યાયમૂર્તિ એમ કે ગુપ્તાએ આ નોટિસ જારી કરીને આ કેસની આગામી સુનાવણીની તારીખ 21 ઓગસ્ટ નક્કી કરી. આ ચૂંટણી અરજી સીમા સુરક્ષા બળના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદૂર યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે. યાદવને સમાજવાદી પાર્ટીએ વારાણસી લોકસભા સીટથી ઉમેદવાર ઘોષિત કર્યા હતા પરંતુ રિટર્નિંગ અધિકારી દ્વારા તેમનુ નામાંકન પત્ર રદ કરી દેવાના કારણે તે ચૂંટણી લડી શક્યા નહિ.

tej bahadur-pm modi

તમને જણાવી દઈએ કે વારાણસીના જિલ્લા રિટર્નિંગ અધિકારીએ યાદવને એ પ્રમાણપત્ર જમા કરાવવા કહ્યુ હતુ કે તેમને ભ્રષ્ટાચાર કે બેઈમાનીના કારણે તો નથી હટાવવા આવ્યા, પરંતુ આ પ્રમાણપત્ર આપવામાં નિષ્ફળ રહેવા પર 1 મે, 2019ના રોજ તેમનુ નામાંકન રદ કરી દેવામાં આવ્યુ હતુ. તેજ બહાદૂર યાદવે પોતાની ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો છે કે વારાણસીના રિટર્નિંગ અધિકારી દ્વારા ખોટી રીતે તેમનુ નામાંકન પત્ર રદ કરવામાં આવ્યુ છે જેના પરિણામે તે લોકસભા ચૂંટણી લડી શક્યા નહિ જે તેમનો બંધારણીય અધિકાર છે.

તેમણે અદાલતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસીથી લોકસભા સાંસદને ગેરકાયદેસર ઘોષિત કરવાનો અનુરોધ કર્યો છે. યાજવે દલીલ આપી છે કે મોદીએ પોતાના નામાંકન પત્રમાં પોતાના પરિવાર વિશે વિવરણ આપ્યુ નથી એટલા માટે તેમનુ નામાંકન પત્ર પણ રદ કરવામાં આવવુ જોઈએ જે નથી કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે વારાણસીથી નામાંકન રદ થયા પબાદ તેજબહાદૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જ આરોપ લગાવ્યા હતો અને તેમના સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ કેસમાં યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપીને અરજી આગળ વધારી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે આ કેસની તપાસ કરી અને તેજ બહાદૂરના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને આ આધારે તેમનુ નામાંકન ફગાવી દેવાના નિર્ણયને યોગ્ય માનવામાં આવ્યો.

આ પણ વાંચોઃ વિવેક કુમાર બન્યા પીએમ મોદીના નવા ખાનગી સચિવ, જાણો તેમના વિશે બધુઆ પણ વાંચોઃ વિવેક કુમાર બન્યા પીએમ મોદીના નવા ખાનગી સચિવ, જાણો તેમના વિશે બધુ

English summary
Allahabad High Court issued notice to PM Modi in connection with Lok Sabha elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X