For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ

એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં દાખલ કરાયેલ એક કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં દાખલ કરાયેલ એક કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો છે. લખનઉ બેન્ચે કહ્યુ છે કે જે કેસમાં ગુનો સાત વર્ષથી ઓછી સજાનો હોય તેમાં ધરપકડની જરૂર નથી. તમને જણાવી દઈએ કે કોર્ટે 19 ઓગસ્ટ 2018 ના રોજ દાખલ કરાયેલ એફઆઈઆરને રદ કરતી યાચિકા પર સુનાવણી દરમિયાન આ વાત કહી.

કોર્ટમાં કર્યો હતો ચેલેન્જ

કોર્ટમાં કર્યો હતો ચેલેન્જ

તમને જણાવી દઈએ કે ગોંડા નિવાસી રાજેશ મિશ્રાએ પોતાના ઉપર ફાઈલ કરાયેલ એસસી/એસટી એક્ટ કેસને અલાહાબાદ હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો અને ધરપકડ પર રોક લગાવવાની માંગ કરી હતી. આ યાચિકા પર અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચેમાં સુનાવણી શરૂ થઈ અને ન્યાયમૂર્તિ અજય લાંબા અને ન્યાયમૂર્તિ સંજય હરકૌલીની ડબલ બેન્ચે રાજેશ મિશ્રાને રાહત આપીને તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. આ યાચિકા પર પોતાનો ચૂકાદાને વિસ્તારતા અલાહાબાદ હાઈકોર્ટે અરનેશ કુમારના કેસ પર સુપ્રિમ કોર્ટ દ્વારા કરાયેલા આદેશનું પુનરાવર્તન કર્યુ અને તેનું પાલન કરવાનો આદશ આપ્યો છે.

આ પણ વાંચોઃ અસમ NRC: ‘જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'આ પણ વાંચોઃ અસમ NRC: ‘જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'

શું છે કેસ

શું છે કેસ

ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના કાંડરે પોલિસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2018ના રોજ એસસી એસટી એક્ટની કલમમાં એક કેસ દાખલ થયો હતો. આ કેસ શિવરાજી દેવી દ્વારા રાજેશ મિશ્રા તેમજ અન્ય 3 લોકો સામે કરવામાં આવ્યો હતો. યાચિકા અનુસાર આ કેસમાં આરોપ હતો કે 18 ઓગસ્ટ 2018 ના રોજ સવારે રાજેશ મિશ્રા તેમજ તેના અન્ય 3 સાથીઓ શિવરાજી દેવીના ઘરે ચઢી આવ્યા અને તેમને તેમજ તેમની દીકરીને જાતિસૂચક ગાળો આપીને લાકડીઓ અને દંડાથી માર્યા હતા. આ આરોપ પર રાજેશ મિશ્રા તેમજ તેના અન્ય ત્રણ સાથીઓ એસસી-એસટી એક્ટ સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ થયો હતો.

હાઈકોર્ટે શું કહ્યુ

હાઈકોર્ટે શું કહ્યુ

અલાહાબાદ હાઈકોર્ટમાં યાચિકા પર દલીલો બાદ પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યુ કે જે કેસોમાં સજા 7 વર્ષથી ઓછી છે. તેમાં નોટિસ વિના ધરપકડ નહિ કરવાની. આવા કિસ્સાઓમાં જાતે જ વિચારે કે ધરપકડ શેના માટે જરૂરી છે. અલાહાબાદ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યુ કે ધરપકડ પહેલા આરોપીને નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવે અને જો આરોપી નોટિસની શરતોનું પાલન કરે તો તેની ધરપકડ કરવામાં નહિ આવે.

આ પણ વાંચોઃ UN ચીફ: ‘જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનું જોખમ', કેરળ પૂરનુ ઉદાહરણ આપ્યુઆ પણ વાંચોઃ UN ચીફ: ‘જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનું જોખમ', કેરળ પૂરનુ ઉદાહરણ આપ્યુ

English summary
allahabad high court order can not arrest accused in sc st act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X