• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપા-બસપાની તૈયારી, 5 રાજ્યોની ચૂંટણી બાદ થઈ શકે મોટું એલાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીને લોકસભા 2019 માટે સેમિફાઈનલ માનવામાં આવી રહ્યી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ મહાગઠબંધન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ક્ષેત્રીય દળ ભાજપ વિરુદ્ધ એક થઈ રહ્યા છે. બસપા નેતા મુજબ 11મી ડિસેમ્બરે આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા બાદ લોકસભા ચૂંટણી 2019ને લઈ બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી પહેલા ગઠબંધન થઈ શકે છે.

કોંગ્રેસ કે ભાજપ સાથે ગઠબંધન નહિ કરે

કોંગ્રેસ કે ભાજપ સાથે ગઠબંધન નહિ કરે

બીએસપી સુપ્રીમ માયાવતીએ છત્તીસગઢમાં સરકાર બનાવવા માટે ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના સંભવિત ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો છે. એમણે કહ્યું કે, છત્તીસગઢમાં બીએસપી-જેસીસી ગઠબંધન પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. નામ ન કહેવાની શરત પર બીએસપીના એક સીનિયર નેતાએ કોંગ્રેસ અને ભાજપને ગરીબ અને દલિત વિરોધી જણાવતા કહ્યું કે, માયાવતીએ સ્પષ્ટ કરી દીધું છે કે બીએસપી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરશે નહિ.

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગઠબંધન થવાની અપેક્ષા

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગઠબંધન થવાની અપેક્ષા

બીએસપીના આ નેતાએ જણાવ્યું કે, સીટોની વહેંચણી પર એસપી અને બીએસપીની વચ્ચે વાત ચાલી રહી છે. એમણે કહ્યું કે પાંચ રાજ્ય છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગણામાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન સ્વરૂપ લઈ શકે છે. માયાવતીએ પોતાના પાર્ટી પદાધિકારીઓને નિર્દેશ કર્યો કે તેઓ રાજ્યના તમામ 75 જિલ્લામાં બેઠક આયોજિત કરે અે સપા-બસપા ગઠબંધન વિશે પાર્ટી કેડરથી ફિડબેક લે.

કેડરથી સલાહ લઈ રહી છે ભાજપ

કેડરથી સલાહ લઈ રહી છે ભાજપ

બીએસપીના નેતાએ જણાવ્યું કે પાર્ટીના જિલ્લા એકમના નેતાઓને આ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાના કાર્યકર્તાઓને જણાવે કે સપાની સાથે ગઠબનધનનો ફેસલો એવા માટે લેવામાં આવ્યો છે જેથી પાર્ટી પોતાના ખોવાયેલ રાજનૈતિક જનાધારને ફરી હાંસલ કરી શકે અને ભાજપને સત્તામાંથી ફેંકી શકે. બીએસપી રાજ્ય એકમના અધ્યક્ષ આરએસ કુશવાહા 60 જિલ્લામાં બેઠક પૂરી કરી ચૂક્યા છે. જ્યાં પાર્ટી પદાધિકારીઓને બૂથ, સેક્ટર, વિધાનસભા અને જિલ્લા સમિતિઓનું ગઠન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપે માયાવતીને પ્રોજેક્ટ કરવાની યોજના

વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપે માયાવતીને પ્રોજેક્ટ કરવાની યોજના

માયાવતી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તમામ સમિતિઓના કામકાજની સમીક્ષા કરશે. નેતાએ જણાવ્યું કે ઉત્સાહી બીએસપી કાર્યકર્તાઓએ એક ગીત કંપોઝ કર્યું છે, જેમાં અખિલેશ-માયાવતીના ગઠબંધનને હાઈલાઈટ કરવામાં આવ્યું છે. પાર્ટીના એક નેતાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે બીએસપી 2019ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે માયાવતીને પ્રોજેક્ટ કરવાની યોજના બનાવી રહી છે.

અમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છે, શુદ્ધિકરણ કરવું પડશેઃ મમતા બેનરજીઅમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છે, શુદ્ધિકરણ કરવું પડશેઃ મમતા બેનરજી

English summary
alliance between BSP and SP likely to get rolling after the announcement of assembly polls results in five states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X