For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના બધા જ શેલ્ટર હોમમાં બાળકીઓનું યૌનઉત્પીડન થઇ રહ્યું છે

બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં જે રીતે બાળકીઓ સાથે જબરજસ્તી દેહવેપાર કરાવવાનો મામલો સામે આવી રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં જે રીતે બાળકીઓ સાથે જબરજસ્તી દેહવેપાર કરાવવાનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારપછી સતત આ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યિલ સાયન્સની એક રિપોર્ટ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે બિહારમાં લગભગ બધા જ શેલ્ટર હોમમાં બાળકીઓનું યૌનઉત્પીડન થઇ રહ્યું છે. ફરક ખાલી એટલો છે કે ક્યાંક વધારે શોષણ થઇ રહ્યું છે તો ક્યાંક ઓછું શોષણ થઇ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ટીસ ઘ્વારા આ વર્ષના એપ્રિલ મહિનામાં તેની રિપોર્ટ સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવી હતી. જેમાં આ સનસની ખુલાસો કરવામાં આવ્યો છે.

shelter home

પોતાની રિપોર્ટમાં ટીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં યૌનઉત્પીડન અંગે ગંભીર મામલો સામે આવ્યો છે. ઘણી છોકરીઓ સાથે યૌનઉત્પીડન કરવામાં આવ્યું છે. છોકરીઓ ઘ્વારા હિંસાની ફરિયાદ પણ નોંધાવી છે. તપાસ થયા પછી આ બાબત પણ સામે આવી કે 34 છોકરીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. બિહારમાં ઘણા એવા શેલ્ટર હોમ છે, જેના દસ્તાવેજ પણ નથી મળ્યા અને અહીં યૌનઉત્પીડન મામલા પણ સામે આવ્યા છે.

ઓમ સાંઈ ફાઉન્ડેશન ઘ્વારા ચલાવવામાં આવી રહેલા સેવા કુટિર નામના શેલ્ટર હોમમાં છોકરીઓ સાથે શારીરિક હિંસાનો મામલો સામે આવ્યો છે. બધી જ છોકરીઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને કામના નામ પર અહીં લાવવામાં આવતા હતા અને ત્યારપછી તેમનું ઉત્પીડન કરવામાં આવતું હતું. ટીસ ઘ્વારા પોતાની રિપોર્ટમાં આ તમામ શેલ્ટર હોમની ફરિયાદો શામિલ કરવામાં આવી છે.

English summary
Almost in every shelter home in Bihar girls face sexual assault says report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X