રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ માટે મેગા ડિનર, ચાંદીના વાસણોમાં માલપુઆ, આલુ ટિક્કીનો લુત્ફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ હવે પોતાના અંતિમ તબક્કામાં છે. દિલ્લી તેમના ભારત પ્રવાસનો ત્રીજો અને અંતિમ પડાવ છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા આજે સાંજે લગભગ આઠ વાગે રાષ્ટ્રપતિ ભવન પર આયોજિત ડિનરમાં શામેલ થશે. આ ડિનર સાથે જ તેમનો આ પહેલો અધિકૃત પ્રવાસ ખતમ થઈ જશે. રાષ્ટ્રપતિ ભવનમાં આજે જ્યારે ટ્રમ્પ ડિનર કરશે તો તેમના ભારતના સ્વાદની એક ઝલક જોવા મળશે. ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ટ્રમ્પને જે પણ પીરસવામાં આવશે, તેને અમેરિકી ટચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ ભવનના શેફ્સે ટ્રમ્પ માટે ડિનર તૈયાર કર્યુ છે.

બીફની જગ્યાએ હશે આ વિકલ્પ
વર્તમાનપત્રે એક અધિકારીના હવાલાથી લખ્યુ છે કે ટ્રમ્પને એટલાંટિક સાલમન પીરસવામાં આવશે પરંતુ તે એકદમ ફિશ ટિક્કાની સ્ટાઈલમાં હશે. આના પર કાજૂન સ્પાઈસનો તડકો લાગશે જેને અમેરિકાનો ગરમ મસાલો માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને મીટલોફ, કેચપ સાથે સ્ટીક અને મેકડોનાલ્ડના બર્ગર ખૂબ પસંદ છે. બીફ મેન્યુનો હિસ્સો નથી તો શેફે આનો વિકલ્પ શોધી લીધો છે. ટ્રમ્પને બીફની જગ્યાએ રાન અલી શાન પીરસવામાં આવશે. 12 કલાક સુધી બકરાના પગને મેરીનેટ કરીને રાખવામાં આવશે અને પછી તેને ગ્રીલ કરવામાં આવશે. આ ઉપરાંત રોગન જોશને પણ શામેલ કરવામાં આવ્યુ છે.

સ્ટાટર્સમાં આલૂ ટીક્કી અને પાલક પાપડી
રાષ્ટ્રપતિ ભવનની ઓળખ બની ચૂકેલ દાલ રાયસીનાને પણ સર્વ કરવામાં આવશે. ડિનરના મેન્યુમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારની ડિશીઝ શામેલ કરવામાં આવી છે. આ બધી ડિશમાં ભારતીય મસાલાનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો છે અને અમુકને તો એ મસાલા સાથે બનાવવામાં આવી છે જે અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છે. ઈન્ડિયન નેવીની બેંડ આ દરમિયાન અમુક હિંદી અને ઈંગ્લિશ ગીતોની ધૂનોને વગાડશે. મેન્યુ પહેલા સ્ટાટર્સમાં આલૂ ટીક્કી અને પાલક પાપડી જેવી વસ્તુઓ સર્વ કરવામાં આવશે. આના દ્વારા ટ્રમ્પને ભારતના સ્ટ્રીટ ફૂડની એક ઝલક દેખાશે.

ગળ્યાના શોખીન ટ્રમ્પ ખાશે માલપુઆ
કહેવાઈ રહ્યુ છે કે ડિનરમાં લગભગ 100 લોકો શામેલ હશે. ચાંદીના વાસણોમાં મહેમાને ભોજન પીરસવામાં આવશે. ટ્રમ્પ ગળ્યુ ખાવાના શોખીન છે અને આ વાતનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિને રબડી સાથે માલપુઆ, હેઝલનટ એપ્પલ પાઈ અને વેનિલા આઈસક્રીમ જેના કારમેલ સૉસની ટૉપિંગ હશે, તે સર્વ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પોતાના અમેરિકી સમકક્ષને બહાર સુધી મૂકવા જશે. કહેવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ કોવિંદ, ટ્રમ્પને તાજમહેલની પ્રતિકૃતિ ઉપરાંત કાશ્મીરી જાજમ ગિફ્ટ આપી શકે છે. આ ઉપરાંત ફર્સ્ટ લેડી મેલાનિયા અને ટ્રમ્પના સલાહકારો, ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરાડ કશ્નરને પણ ગિફ્ટ આપવામાં આવશે.

90 મિનિટ સુધી ચાલશે ડિનર
રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓની માનીએ તો 85માંથી 88 લોકો ભારતના છે. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હૉલમાં ડિનરનુ આયોજન થશે અને તે લગભગ 90 મિનિટ એટલે કે દોઢ કલાકની અંદર પૂરુ થઈ જશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ લગભગ 10 વાગે પોતાના પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા માટે રવાના થઈ જશે. મંગળવારે સવારે ટ્રમ્પનુ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ. અહીં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં વ્યુ અને સાથે 21 તોપોની સલામી પણ તેમને આપવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાજઘાટ ગયા.
આ પણ વાંચોઃ શું હવે દિલ તૂટેલા યુવા દિલોનો ઈલાજ વિજ્ઞાનમાં સંભવ છે? જાણો અહીં