Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘અલવર ગેંગરેપ પર કોંગ્રેસ સરકાર સામે કાર્યવાહી કરે સુપ્રીમ કોર્ટ'

રાજસ્થાનના અલવરમાં પરિણીતા સાથે થયેલા ગેંગરેપની ઘટનામાં પોલિસના વલણ માટે વિરોધ ચાલુ છે. આ દરમિયાન અલવર ગેંગરેપ મામલે બસપા સુપ્રીમો માયાવતીનું પણ નિવેદન આવ્યુ છે.

રાજસ્થાનના અલવરમાં પરિણીતા સાથે થયેલા ગેંગરેપની ઘટનામાં પોલિસના વલણ માટે વિરોધ ચાલુ છે. આ દરમિયાન અલવર ગેંગરેપ મામલે બસપા સુપ્રીમો માયાવતીનું પણ નિવેદન આવ્યુ છે. માયાવતીએ કહ્યુ કે અલવર ગેંગરેપ મામલે દોષીતોને ફાંસીની સજા આપવી જોઈએ. માયાવતીએ અલવર ગેંગરેપ માટે કોંગ્રેસ સરકારને આડેહાથ લીધી.

Mayawati

બસપા સુપ્રીમોએ કહ્યુ, 'સુપ્રીમ કોર્ટને રાજ્યની કોંગ્રેસ સરકાર, પોલિસ અને પ્રશાસન સામે કાર્યવાહી કરવી જોઈએ. આ કેસમાં માત્ર દલિતોનો જ નહિ પરંતુ બધી મહિલાઓ સાથે જોડાયેલો છે.' તમને જણાવી દઈએ કે રાજસ્થાનને શરમમાં મૂકનાર વિવાહિતા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે અત્યાર સુધી પાંચ મુખ્ય આરોપીઓમાંથી ચારને પોલિસ પકડી ચૂકી છે. સાથે જ અલવર ગેંગરેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે.

બસપા સુપ્રીમોએ ચૂંટણી પ્રચાર દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યુ કે ચૂંટણી કમિશન એ રાજકીય નેતાઓ સામે ઉચિત કાર્યવાહી નથી કરી રહ્યા છે જે લોકસભા ચૂંટણી દરમિયાન મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન ઘણા નેતાઓએ વાંધાજનક ટિપ્પણી કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X