For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્વર મોબ લિંચિંગ પર સુપ્રીમકોર્ટમાં 20 ઓગસ્ટે સુનાવણી

રાજસ્થાનના અલ્વરમાં ગાયોની તસ્કરીની શંકામાં ગૌરક્ષકો ઘ્વારા અકબર ખાનની પીટાઈ કરવામાં આવી, જેનાથી તેની મૌત થઇ ગયી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના અલ્વરમાં ગાયોની તસ્કરીની શંકામાં ગૌરક્ષકો ઘ્વારા અકબર ખાનની પીટાઈ કરવામાં આવી, જેનાથી તેની મૌત થઇ ગયી. આ મામલે પોલીસે અલ્વરના 3 લોકોની ધરપકડ કરી છે. આ આખા મામલે પોલીસ પર પણ બેદરકારી દાખવવાનો આરોપ લાગી રહ્યો છે. અલ્વર મોબ લિંચિંગ મામલો હવે સુપ્રીમકોર્ટ પહોંચી ચુક્યો છે. જ્યાં તેના અંગે સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર 20 ઓગસ્ટે સુનાવણી થશે.

supreme court

સુપ્રીમકોર્ટમાં અલ્વર મોબ લિંચિંગ વિશે જણાવતા રાજસ્થાન સરકાર વિરુદ્ધ કોર્ટની અવમાનના કરવાના આરોપમાં અરજી દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સુપ્રીમકોર્ટ આ મામલે રાજસ્થાન સિવાય હરિયાણા અને ઉત્તરપ્રદેશ વિરુદ્ધ પણ અવમાનના કરવાના આરોપ પર 20 ઓગસ્ટ દરમિયાન સુનાવણી કરશે. હાલમાં જ સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું હતું કે મોબ લિંચિંગ જેવી ઘટનાઓ રોકવા માટે જરૂર પડે તો કાનૂન પણ બનાવે.

આપણે જણાવી દઈએ કે રાજસ્થાન અલ્વરમાં શુક્રવારે ગાયોની તસ્કરી કરવાની શંકામાં ગૌરક્ષકો ઘ્વારા ભીડે અકબર ખાન અને તેના સાથી અસલમ પર હુમલો કરી દીધો. અસલમ ગમે તેમ કરીને ત્યાંથી બચી નીકળ્યો પરંતુ ભીડે અકબર ખાનની ખુબ જ ખરાબ રીતે પીટાઈ કરી દીધી. ત્યારપછી જગ્યા પર પહોંચેલી પોલીસ અકબરને પોતાની સાથે લઈને હોસ્પિટલ ગયી હતી. પરંતુ પોલીસ પર આરોપ લાગી રહ્યો છે કે રસ્તામાં તેમને ઘણો સમય વેડફી નાખ્યો અને ઘાયલોની પીટાઈ પણ કરી, જેને કારણે અકબરની મૌત થઇ ગયી.

English summary
Supreme Court to hear plea on Alwar lynching case and plea seeking contempt action against Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X