For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'

રાજ્યસભા સાંસદ અમરસિંહે કહ્યુ કે હિંદુત્વ હજુ વિભાજિત છે જો એકતા થઈ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે.

|
Google Oneindia Gujarati News

રાજ્યસભા સાંસદ અમરસિંહે કહ્યુ કે હિંદુત્વ હજુ વિભાજિત છે જો એકતા થઈ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે. અમરસિંહે કહ્યુ કે હિંદુત્વથી તેમનો મતલબ માત્ર હિંદુઓથી નથી પરંતુ દેશભક્ત મુસલમાનોને પણ તેઓ આમાં શામેલ કરે છે. અમરસિંહે રામપુરમાં ગુરુવારે આ વાતો કીધી. સપા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમખાન પણ રામપુરના જ છે.

આઝમ ખાન પર નિશાન સાધ્યુ

આઝમ ખાન પર નિશાન સાધ્યુ

અમરસિંહે કહ્યુ કે આઝમ ખાનને હિંદુ ધર્મ નહિ સંસ્કૃતિ લાગતી હોય અને કાશ્મીર તેમને વિવાદિત મુદ્દો લાગતો હોય તો હું ચૂપ ન રહી શકુ. સિંહે કહ્યુ કે મારી દીકરીઓ માટે આપેલા નિવેદન પર આઝમને માફી માંગવી જોઈએ. હું આ વિશે મુખ્યમંત્રીને કાર્યવાહી કરવાની માંગ કરી ચૂક્યો છુ. તેમણે કહ્યુ કે આઝમ ખાન તેમની પણ હત્યા કરાવી શકે છે.

આ પણ વાંચોઃપૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવાઆ પણ વાંચોઃપૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવા

પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો

પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો

અમરસિંહની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અહીં ઘણો હોબાળો થયો. આ દરમિયાન મારામારી પણ થઈ. અમરસિંહે જ્યારે આઝમ ખાનને ‘ખાન સાહેબ' કહીને સંબોધિત કરવાનું શરૂ કર્યુ તો પત્રકાર ગેલેરીમાંથી એક વ્યક્તિએ આના પર વાંધો દર્શાવ્યો. ત્યારબાદ અમરસિંહના સમર્થક અને તે વ્યક્તિ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. જોતજોતામાં પ્રેસ કોન્ફરન્સમાં અફડાતફડીનો માહોલ થઈ ગયો. હોબાળો વધતો જોઈને અમરસિંહ પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યા. સ્થળ પર પહોંચેલી પોલિસે અમરસિંહને બહાર કાઢ્યા.

આઝમ ખાનથી મારી દીકરીઓને જોખમ

આઝમ ખાનથી મારી દીકરીઓને જોખમ

અમરસિંહે આ પહેલા બુધવારે લખનઉમાં આઝમ ખાનથી પોતાની દીકરીઓને જીવનું જોખમ હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે અમરસિંહે બુધવારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાયક અને સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી. અમરસિંહે રાજ્યપાલ અને સીએમ યોગીને મળીને આઝમ ખાનની ફરિયાદ કરીને ફરિયાદ પત્ર સોંપ્યો હતો.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ રાહુલ ગાંધીની જેપીસી માંગ કેમ નથી માની રહી મોદી સરકાર?આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ રાહુલ ગાંધીની જેપીસી માંગ કેમ નથી માની રહી મોદી સરકાર?

English summary
amar singh attacks azam khan in rampur uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X