નોઇડા, 6 માર્ચઃ લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં તમામ રાજકીય દળો જોડ-તોડના સમીકરણમાં વ્યસ્ત છે. આ ક્રમમાં એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે, જે ક્રમમાં એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે જે રાજકીય દ્રષ્ટિકોણથી ઘણા મહત્વના છે અને હૈરાન કરી મુકે તેવા પણ છે. સમાચાર છે કે એક સમયમાં સપા સુપ્રમો મુલાયમ સિંહ યાદવના જમણો હાથ કહેવાતા પૂર્વ સપા નેતા અમર સિંહ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. એટલું જ નહીં, સત્તારૂઢ પાર્ટી તેમને ગૌતમ બુદ્ધ નગરથી ચૂંટણી પણ લડાવી શકે છે. તમને જણાવી દઇએ કે ફેબ્રુઆરી 2010માં તેમને અને અભિનેત્રી સાંસદ જયા પ્રદાને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
ગૌમત બુદ્ધ નગરમાં ઠાકુર વોટ મોટી સંખ્યામાં છે, તેથી કોંગ્રેસ પણ એક એવા ચહેરાના શોધણાં છે જે જાતિએ ઠાકુર હોય અને યુપીના રાજકારણનો એક જાણીતો ચહેરો પણ હોય. અમર સિંહનું કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા એ વાતથી પણ જોર પકડી રહ્યું છે કે તેમના ઘણી જ નજીક અને ખાસ મનાતા જયા પ્રદા મુરાદાબાદથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે અને સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ એ વાત પર મહોર મારી દીધી છે.