For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે ગુજરાતી બસ પર આંતકી હુમલો થયો તેના યાત્રીઓનું લિસ્ટ

અમરનાથ યાત્રામાં જે ગુજરાતી બસ પર આતંકી હુમલો થયો તેના પેસેન્જરનું લિસ્ટ. આ બસ પણ સાબરકાંઠાની નંબર પ્લેટ વાળી છે. હુમલા પછી કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા થઇ ઠપ્પ.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ પર સોમવાર રાતે 8 વાગ્યાની આસપાસ આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં 7 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આ બસ ગુજરાતની રજિસ્ટ્રર્ડ છે અને તેની નંબર પ્લેટ પણ ગુજરાતની જ સાબરકાંઠા વિસ્તારની છે. વધુમાં આ બસમાં જે યાત્રીઓ બેઠા હતા તે મોટે ભાગે દક્ષિણ ગુજરાતના હતા. ત્યારે આ બસમાં બેઠેલા યાત્રીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાંથી 7 યાત્રીઓના મોત થયા છે અને 14 ઇજાગ્રસ્ત થયા છે. જો કે મૃત્યુ પામેલા યાત્રીઓનું ઓળખ વિધિ આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે હજી કરવામાં આવી રહી છે માટે તે અંગે સ્પષ્ટતા નથી થઇ.

list

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ આ બસને અમરનાથ યાત્રા માટે સ્પેશ્યલ પરવાનગી આપવામાં આવી હતી. પણ અમરનાથ યાત્રાની તમામ બસોને ખાસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ત્યારે આ બસ તે સુરક્ષા છોડી અહીં કેવી રીતે આવી ગઇ તે અંગે હાલ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. વધુમાં આ બસમાં બેઠેલા યાત્રીઓ જે તેમની આપવીતી જણાવી છે તે મુજબ તે જ્યારે બસમાં સુઇ રહ્યા હતા ત્યારે અચાનક જ ગોળીઓના અવાજ સંભળાયા અને તે કંઇ સમજે તે પહેલા જ તેમની આજુ બાજુ ચારે બાજુ લોહીની નદીઓ વહી ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે આ હુમલા પછી કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. માટે ગુજરાતમાં બેઠેલા આ યાત્રીઓના પરિવારજનોની ચિંતા વધી ગઇ છે કારણ કે તે ફોન કે અન્ય રીતે તેમના સંપર્ક કરી શકવામાં હાલની પરિસ્થિતિમાં અક્ષમ છે.

bus
English summary
Amarnath yatra attacked: List of passengers on ill-fated Gujarat bus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X