For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ઈશાના લગ્નની કંકોત્રી લઈ પહેલા સિદ્ધિવિનાયક પહોંચ્યો અંબાણી પરિવાર

સોમવારે મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી, માતા કોકિલાબેન અને નાના પુત્ર અનંત અંબાણી સાથે સિદ્ધિવિનાયક બાબાના દ્વારે પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

દેશના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્ન બિઝનેસ ટાઈકૂન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. આ લગ્નની કંકોત્રી છપાઈ ચૂકી છે અને રિવાજો અનુસાર પહેલુ નિમંત્રણ ગણપતિ બાપ્પાને આપવામાં આવે છે. સોમવારે મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી, માતા કોકિલાબેન અને નાના પુત્ર અનંત અંબાણી સાથે સિદ્ધિવિનાયક બાબાના દ્વારે પહોંચ્યા જ્યાં તેમણે દાદાના ચરણોમાં પોતાની દીકરીના લગ્નની કંકોત્રી મૂકી અને પરિવારની સુખ, સમુદ્ધિના આશાર્વાદ માંગ્યા.

આ પણ વાંચોઃ ભારતમાં પ્રદૂષણથી 1 વર્ષમાં 1 લાખ બાળકોના મોત, સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારતનાઃ WHOઆ પણ વાંચોઃ ભારતમાં પ્રદૂષણથી 1 વર્ષમાં 1 લાખ બાળકોના મોત, સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારતનાઃ WHO

બાપ્પાના દ્વારે અંબાણી પરિવાર, આપવા ગયા લગ્નની કંકોત્રી

બાપ્પાના દ્વારે અંબાણી પરિવાર, આપવા ગયા લગ્નની કંકોત્રી

નીતા અંબાણી સંપૂર્ણપણે પારંપરિક અંદાજમાં જોવા મળ્યા. તેમણે પીળા રંગનું સરારા સૂટ અને લાલ રંગની ચૂંદડી પહેરી હતી. તેમના હાથમાં એક મોટો થાળ હતો. જેમાં પૂજાનો સામાન અને લગ્નની કંકોત્રી હતી.

ડિસેમ્બરમાં ઈશા અને આનંદના લગ્ન!

ડિસેમ્બરમાં ઈશા અને આનંદના લગ્ન!

જો કે હજુ સુધી ઓફિશિયલ ડેટ સામે નથી આવી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે ડિસેમ્બરમાં ઈશા અને આનંદના લગ્ન થઈ જશે. 23 સપ્ટેમ્બરના રોજ ઈટલીના લેક કોમોમાં ઈશા અંબાણીની સગાઈ થઈ હતી. જેમાં બોલિવુડ, હોલિવુડ, બિઝનેસ જગત અને પોલિટિકલ ઈન્ડસ્ટ્રીની મોટી મોટી હસ્તીઓ શામેલ થઈ હતી.

અજય પીરામલ અને સ્વાતિ પીરામલ

અજય પીરામલ અને સ્વાતિ પીરામલ

તમને જણાવી દઈએ કે આનંદ પીરામલ ખૂબ જ અમીર અને શક્તિશાળી પરિવારના છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના પદ પર છે.

આ પણ વાંચોઃ BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મઆ પણ વાંચોઃ BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મ

English summary
Ambanis visit Siddhivinayak Temple to offer Isha Ambani and Anand Piramal's wedding card, seek blessings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X