For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર સરકારની વધતી મુશ્કેલીઓ વચ્ચે સંજય રાઉતને યાદ આવી જાવેદ અખ્તરની શાયરી

મહારાષ્ટ્ર સરકારની વધતી મુશ્કેલીઓ વચ્ચે સંજય રાઉતને યાદ આવી જાવેદ અખ્તરની શાયરી

|
Google Oneindia Gujarati News

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયા બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હોવાના મામલે તપાસના ઘેરામાં હવે મહારાષ્ટ્ર સરકાર પણ આવી ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી પર લાગેલા આરોપોને કારણે મહારાષ્ટ્ર સરકારની છબી ધૂંધલી થતી જઈ રહી છે. જણાવી દઈએ કે આ મામલાને લઈ મુંબઈ પોલીસ કમિશ્નરના પદેથી ટ્રાન્સફર કરવામાં આવેલ પરમવીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક ચિઠ્ઠી લખી હતી જેમાં તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે મામલામાં આરોપી બનાવવામાં આવેલ સચિન વાજેને હરેક મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.

sanjay raut

તેમની આ ચિઠ્ઠીએ મહારાષ્ટ્રના રાજનૈતિક ભૂકંપ લાવી દીધો છે. તમામ વિપક્ષી દળ અનિલ દેશમુખના રાજીનામાંની માંગ કરી રહ્યા છે. આ દરમ્યાન શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે ગીતકાર જાવેદ અખ્તરની એક શાયરી ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું, 'શુભ પ્રભાત... હમકો તો બસ તલાશ નયે રાસ્તોં કી હૈ હમ હૈં મુસાફિર ઐસે જો મંજિલ સે આયે હૈં.'

અનિલ દેશમુખે પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું પરમવીર સિંહે ખુદને કાનૂની કાર્યવાહીથી બચાવવા માટે આવા આરોપો લગાવ્યા છે.

અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોને લઈ મહારાષ્ટ્ર સરકાર મુસિબતમાં આવી ગઈ છે. મનસે પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ આને લઈ કહ્યું કે અનિલ દેશમુખને કારણે મુંબઈની છબિ ખરાબ થઈ છે અને તેમણે પોતાના પદ પરથી તાત્કાલીક રાજીનામું આપવું જોઈએ અને આ મામલાની તપાસ થવી જોઈએ.

'મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની ચિઠ્ઠી ખતરનાક’, રાજ ઠેકરેએ અનિલ દેશમુખનું રાજીનામું માંગ્યું'મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની ચિઠ્ઠી ખતરનાક’, રાજ ઠેકરેએ અનિલ દેશમુખનું રાજીનામું માંગ્યું

જણાવી દઈએ કે અનિલ દેશમુખ એનસીપીના નેતા છે અને મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્સેના ગઠબંધનથી રાજ્યમાં સરકાર ચલાવી રહી છે.

English summary
Amidst growing difficulties of the Maharashtra government, Sanjay Raut remembered Javed Akhtar's poetry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X