• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Try it: 1 મિનિટમાં સો વાર પોતાની જીભ નાકને અડાવે છે અમિત...!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
બરેલી, 6 એપ્રિલ: તમે ક્યારે પોતાની જીભને નાકને અડાડવાનો પ્રયત્ન કર્યો. ના કર્યો હોય તો કરો. આવું થશે નહી. ખુણીએ લગાવેલ ગોળ ચાટવા જેવો ઘાટ સર્જાશે. પરંતુ અમિત અગ્રવાલ એક મિનિટમાં સો વાર આવું કરે છે. અમિત અગ્રવાલે પોતાની આ અનોખી ઉપલ્બધિ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુકમાં નામ દાખલ કરવવાનો દાવો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર અત્યાર સુધી એક મિનિટમાં 73 વાર નાકને જીભ અડાડવાનો રેકોર્ડ છે.

આલમગિરી ગંજ નિવાસી અમિત અગ્રવાલ એક ખાનગી મોબાઇલ કંપનીમાં કામ કરે છે. તેમને જણાવ્યું હતું કે એક દિવસ તે ટેલિવિઝન પર કાર્યક્રમ જોઇ રહ્યાં હતા, તે દરમિયાન ટોયલેટ ક્લિનર કંપનીની જાહેરાત આવી. તેમાં એન્કર એક મહિલાને ચેલેંજ કરે છે કે શું તે પોતાની જીભને નાકને અડાવી શકે, જવાબ નકારાત્મક હતો.

અમિત અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પડકાર રોચક લાગ્યો અને મેં આ કરવાનું નક્કી કરી લીધું. મિત્રોને જણાવ્યું તો તેમને મજાક ઉડાવી પરંતુ મારી વરિષ્ઠ સહયોગી ઋતુ શુક્લાએ પ્રેરિત કર્યો અને અને હવે હું એક મિનિટમાં સો વાર જીભને નાકને અડાડી શકું છે.

અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાની કલા નોંધવવા માટે અરજી કરી છે. સારો પ્રતિભાવ મળ્યો અને આશા છે કે જલદી જ ત્યાં આ રેકોર્ડ નોંઘવામાં આવશે. ત્યાર બાદ લિમ્કા બુક અને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવાનો પ્રયાસ કરશે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Amit can touch his nose 100 time by tongue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X