For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC/ST એક્ટના વિરોધથી ડર્યુ ભાજપ? અમિત શાહે રદ કર્યો ઉજ્જૈન પ્રવાસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ચૂંટણી જનસભા માટે મધ્યપ્રદેશ જવાનો પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં SC/ST એક્ટ અંગે સવર્ણ સમાજના વિરોધે ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. વિરોધના કારણે ભાજપના નેતાઓએ પોતાના રૂટીન પ્રવાસને રદ કરવા પડ્યા છે. જો નેતા ક્યાંક જાય છે તો તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ચૂંટણી જનસભા માટે મધ્યપ્રદેશ જવાનો પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. શાહ 12 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનથી મધ્યપ્રદેશ પ્રવાસની શરૂઆત કરવાના હતા.

અમિત શાહ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અમિત શાહે બુધવારે 12 સપ્ટેમ્બરે ખેડૂત સંમેલનમાં શામેલ થવાનુ હતુ. વળી, ખેડૂત પરિવાર સાથે ભોજનનું આયોજન હતુ. પરંતુ રાજ્યમાં SC/ST એક્ટ અંગે સવર્ણ સમાજના ભારે વિરોધના કારણે શાહે પોતાના કાર્યક્રમ રદ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે સવર્ણ સમાજે સમાજે સરકારને પડકાર આપતા કહ્યુ છે કે જો આ એક્ટ પાછો લેવામાં નહિ આવે તો સવર્ણ સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે.

આ પણ વાંચોઃ મહાત્મા ગાંધીની સમાધિ પર રાહુલે ચડાવ્યુ કૈલાશ માનસરોવરથી લાવેલુ જળઆ પણ વાંચોઃ મહાત્મા ગાંધીની સમાધિ પર રાહુલે ચડાવ્યુ કૈલાશ માનસરોવરથી લાવેલુ જળ

ગ્વાલિયરમાં ભાજપ સાંસદ પ્રભાત ઝા ને પણ કાળા વાવટા બતાવવામાં આવ્યા. ભાજપમાં તો ઘણા પદાધિકારીઓએ રાજીનામા સુધી આપી દીધા છે. મધ્યપ્રદેશમાં આ પ્રદર્શન જોર પકડી રહ્યુ છે. લોકોએ રાજધાની ભોપાલમાં પ્રદર્શન દરમિયાન પીએમ મોદી સામે સૂત્રોચ્ચાર કર્યો. વળી, ગ્વાલિયરમાં ભાજપ સાંસદ અનુપ મિશ્રા અને સાંસદ પ્રભાત ઝાને પણ કાળા વાવટા બતાવવામાં આવ્યા.

આ પણ વાંચોઃ મિસ યુનિવર્સ-1995 ચેલ્સી સ્મિથનું કેન્સરથી નિધન, સુસ્મિતાએ પહેરાવ્યો હતો તાજઆ પણ વાંચોઃ મિસ યુનિવર્સ-1995 ચેલ્સી સ્મિથનું કેન્સરથી નિધન, સુસ્મિતાએ પહેરાવ્યો હતો તાજ

English summary
Amit Shah canceled visit to Ujjain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X