For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહને મોટી રાહત, બંને એન્કાઉન્ટરમાંથી નામ હટ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 ડિસેમ્બર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાંથી રાહત મળી છે. મુંબઇમાં સીબીઆઇની સ્પેશિયલ અદાલતે અમિત શાહની અરજી પર નિર્ણય આપતા જણાવ્યું કે તેમની પર લાગેલા તમામ આરોપ દૂર કરી દીધા છે. હજી એ માલૂમ નથી પડ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ આ નિર્ણયની વિરુદ્ધ ઉપરી કોર્ટમાં અપીલ કરશે કે નહીં.

આ વિષયમાં અમિત શાહે પોતાને આરોપથી મુક્ત કરવાની અરજી આપી હતી, જેના પર ગઇ વખતે સુનાવણી પૂરી થઇ ગઇ છે. આજે સ્પેશિયલ કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોગ્રેંસ અને આમ આદમી પાર્ટીએ આરોપ લગાયો છે કે સીબીઆઇએ જાણી જોઇને અમિત શાહ વિરુધ્ધ મજબૂત પક્ષ રાખ્યો નથી, જેના કારણે કોર્ટે આ બે કેસોમાંથી અમિત શાહનું નામ હટાવવાનો નિર્ણય કર્યો છે.

amit shah
સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના નકલી એનકાન્ટરના સમયે અમિત શાહ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા. આરોપ છે કે તેમના કહેવા પર જ બંને નકલી એન્કાઉન્ટર થયા હતા. તેમના પર આરોપો હતા કે તેમણે બંને એન્કાઉન્ટરનું ષડયંત્ર રચ્યું હતું અને પુરાવા નષ્ટ કર્યા હતા.

સીબીઆઇના આરોપ અનુસાર, સોહરાબુદ્દીન શેખ નવેમ્બર 2005માં પોતાની પત્નીની સાથે બસમાં હૈદરાબાદથી સાંગલી જઇ રહ્યો હતો, ત્યારે ગુજરાતની એંટી ટેરરિઝમ સ્ક્વોડે બંનેનું પહેલા અપહરણ કર્યું અને પછી નકલી એન્કાઉન્ટરમાં તેની હત્યા કરી દીધી. લગભગ એક વર્ષ બાદ ડિસેમ્બરમાં કેસના સાક્ષી તુલસીરામ પ્રજાપતિની પણ નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરી દેવામાં આવી.

English summary
A special CBI court in Mumbai on Tuesday discharged Amit Shah from the Sohrabuddin fake encounter case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X