For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની ‘બલ્લે'

એનડીએના બે મુખ્ય ઘટકદળો જેડીયુ અને આરએલએસપીમાં એકબીજા ઉપર ચાલી રહેલા આરોપો પ્રત્યારોપો વચ્ચે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સીટોની વહેંચણી માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીના બરાબર પહેલા બિહાર એનડીએમાં સીટોની વહેંચણમી અંગે ઘમાસાણ ચાલી રહ્યુ છે. એનડીએના બે મુખ્ય ઘટકદળો જેડીયુ અને આરએલએસપીમાં એકબીજા ઉપર ચાલી રહેલા આરોપો પ્રત્યારોપો વચ્ચે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સીટોની વહેંચણી માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. સૂત્રો અનુસાર આ નવા ફોર્મ્યુલાથી જ્યાં આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને તગડો ઝટકો લાગી શકે છે. વળી, લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાન માટે આમાં મોટુ ખુશખબરી છે. શાહના આ ફોર્મ્યુલાને જ બિહાર એનડીએમાં સીટોની વહેંચણીનો અંતિમ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ 'કાશ્મીર પાકિસ્તાનનું છે': વિવાદ બાદ આફ્રિદીનો યુટર્નઆ પણ વાંચોઃ 'કાશ્મીર પાકિસ્તાનનું છે': વિવાદ બાદ આફ્રિદીનો યુટર્ન

આ છે શાહનું સીટોનું ગણિત

આ છે શાહનું સીટોનું ગણિત

સૂત્રોથી મળેલી માહિતી મુજબ આ ફોર્મ્યુલા અંગે જે સૌથી મોટા સમાચાર છે તે એ છે કે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને ગઠબંધનમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એટલે કે બિહારમાં એનડીએ હવે ઉપેન્દ્ર કુશવાહા વિના જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું મન બનાવી ચૂકી છે. અમિત શાહની નવી ફોર્મ્યુલા હેઠળ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ બરાબર-બરાબર સીટો પર ચૂંટણી લડશે. બંને વચ્ચે 17-17 સીટો પર ચૂંટણી લડવા માટે સંમતિ બની છે. રામવિલાસ પાસવાન માટે શાહના ફોર્મ્યુલામાં સારા સમાચાર છે. ગઠબંધનમાં તેમને ચૂંટણી લડવા માટે 6 સીટો આપવામાં આવશે. વર્તમાનમાં રામવિલાસ પાસવાનની પાર્ટીના 5 લોકસભા સાંસદ છે.

પહેલા તેજસ્વી અને હવે શરદ યાદવ

પહેલા તેજસ્વી અને હવે શરદ યાદવ

એનડીએમાં બની રહેવા અંગે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભાજપે ઉપેન્દ્ર કુશવાહાને ગઠબંધન હેઠળ બે સીટો પર ચૂંટણી લડવાની ઓફર આપી હતી. જે અંગે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બિહારમાં સીટો અંગે ચાલી રહેલી રસ્સાકશી વચ્ચે ઉપેન્દ્ર કુશવાહા થોડા દિવસો પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવ અન લોકતાંત્રિક જનતા દળના અધ્યક્ષ શરદ યાદવ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ઉપેન્દ્ર કુશવાહા એનડીએથી અલગ થઈને મહાગઠબંધનમાં શામેલ થઈ શકે છે. ભાજપ પણ કુશવાહાના પોતે જ એનડીએથી અલગ થવાના એલાનની રાહ જોઈ રહ્યા છે.

જેડીયુ-આરએલએસપી વચ્ચે છેડાયુ છે ઘમાસાણ

જેડીયુ-આરએલએસપી વચ્ચે છેડાયુ છે ઘમાસાણ

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી અને લોકજનશક્તિ પાર્ટી સાથે તેમનુ ગઠબંધન જળવાઈ રહેશે પરંતુ જેડીયુ સાથે તેમનુ કોઈ ગઠબંધન નથી. 2020માં મુખ્યમંત્રી પદનો દાવેદાર કોઈ પણ હોઈ શકે છે. પટનામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કુશવાહાએ કહ્યુ કે જેડીયુ સાથે ગઠબંધન કરાવવુ હોય તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે પહેલ કરવી પડશે અને પૂછવુ પડશે કે મુખ્યમંત્રી નીતિશકુમારે મારા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કેમ કર્યો. આનાથી હું હર્ટ છું. કુશવાહાએ કહ્યુ કે સીએમે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ. જો તેઓ કોઈ સ્પષ્ટતા આપવા ઈચ્છતા હોય તો જનતા વચ્ચે આપે.

કુશવાહા કરી શકે છે મોટુ એલાન

કુશવાહા કરી શકે છે મોટુ એલાન

જેડીયુ અને આરએલએસપી વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. બંને પક્ષોના નેતા એકબીજા પર નિવેદનોના બોમ્બ ફોડી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણની શરૂઆત તે સમયે થઈ જ્યારે દિલ્લીમાં અમિત શાહે એલાન કર્યુ કે બિહારમાં ભાજપ અને જેડીયુ સરખી સીટો પર ચૂંટણી લડશે. આ એલાનના બરાબર પછી ઉપેન્દ્ર કુશવાહા અને તેજસ્વી યાદવની મુલાકાત થઈ, ત્યારબાદ રાજકીય સમાચારો નીકળવા લાગ્યા. થોડા દિવસો પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ જ્યારે શરદ યાદવ સાથે મુલાકાત કરી તો લોજપા નેતા ચિરાગ પાસવાને કહ્યુ હતુ કે વિપક્ષી દળોના નેતાઓ આ રીતની મુલાકાતો યોગ્ય નથી. હવે માનવામાં આવી રહ્યુ છે કે કુશવાહા 2019 માટે ટૂંક સમયમાં કોઈ મોટુ એલાન કરી શકે છે.

આ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુઆ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુ

English summary
Amit Shah Finalised Seat Sharing Formula in Bihar NDA, Upendra Kushwaha Could be Out From Alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X