For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને મળી શકે છે મોટી રાહત!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં મોટી રાહત મળવાની સંભાવના છે.

વિશ્વસીનય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇશરત જહાં કેસમાં સીબીઆઇ ટૂંક સમયમાં પૂરક આરોપપત્ર દાખલ કરી શકે છે, જેમાં ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહનું નામ આરોપી તરીકે નહીં આવે તેવી સંભાવના છે.

સૂત્રો અનુસાર પૂરક આરોપપત્રમાં ગુપ્તચર બ્યૂરોના અધિકારીઓનું નિવેદન હોઇ શકે છે જે કથિત નકલી એન્કાઉન્ટરના કાવતરાનો ભાગ હતા. અથડામણમાં 19 વર્ષની ઇશરત જહાં અને ત્રણ અન્ય લોકોને અમદાવાદના કોતરપુર વિસ્તારમાં ઠાર મારવામાં આવ્યા હતા.

amit shah
સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહનું નામ મામલામાં ત્યારે આવ્યું જ્યારે મુખ્ય આરોપીઓમાં સામેલ ડી.જી વણઝારાએ દાવો કર્યો કે પૂર્વ મંત્રીએ તેમને તથા અન્ય પોલીસ અધિકારીઓને છેતર્યા જેની પર સીબીઆઇએ એન્કાઉન્ટરના ઘણા મામલામાં કેસ નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ હાલમાં ભાજપા મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અમિત શાહની ઇશરત જહાં અથડામણ કેસમાં પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વણઝારાના રાજીનામામાં લગાવવામાં આવેલા આરોપોના સંબંધમાં સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.

English summary
Official sources said the supplementary charge sheet is likely to carry details of Intelligence Bureau officials who were allegedly part of the conspiracy leading to the alleged fake encounter in which 19-year old Ishrat Jahan along with three others were killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X