For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ અને નીતીશ કુમારની મુલાકાત, થશે મોટી ચર્ચા

ભાજપ સંપર્ક ફોર સમર્થન કાર્યક્રમ હેઠળ દેશભરમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની કોશિશ કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભાજપ સંપર્ક ફોર સમર્થન કાર્યક્રમ હેઠળ દેશભરમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. આ અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કરવામાં આવી છે. આજે પટનામાં થઇ રહેલી આ મુલાકાતમાં માનવામાં આવી રહ્યું છે કે બંને પાર્ટી વચ્ચે ચાલી રહેલા સીટોના વિવાદનો અંત આવી શકે છે. અમિત શાહે આજે નીતીશ કુમાર અને શુશીલ મોદી સાથે મુલાકાત કરી છે.

ભોજન સમયે પણ મુલાકાત કરશે

ભોજન સમયે પણ મુલાકાત કરશે

અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચે આ મુલાકાત એવા સમયે કરવામાં આવી રહી છે જયારે બંને પાર્ટી તરફથી એકબીજા સામે નિવેદનો આપવામાં આવી રહ્યા છે. લોકસભા ઈલેક્શન 2019 પેહેલા જ બંને પાર્ટીઓ વચ્ચે સીટોની ભાગીદારીમાં તકરાર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં જોવાનું રસપ્રદ રહેશે કે આખરે બંને આ સમસ્યાને કઈ રીતે ઉકેલે છે. આ પહેલા અમિત શાહ ઘ્વારા એનડીએ સહયોગી દળ શિવસેના સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. અમિત શાહ નીતીશ કુમાર સાથે રાતના ભોજન સમયે પણ મુલાકાત કરશે.

સીટોની વહેંચણી પર ફસાયો પેચ

સીટોની વહેંચણી પર ફસાયો પેચ

ધ્યાન આપવા જેવી બાબત છે કે એક સમયે જયારે નીતીશ કુમારે નોટબંધીનું સમર્થન કર્યું હતું પરંતુ હવે તેઓ તેનો તીખો વિરોધ કરી રહ્યા છે. જેડીયુ છેલ્લા ઘણા સમયથી બિહારની 30 લોકસભા સીટોમાંથી 25 સીટોની માંગ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ જેડીયુ વર્ષ 2019 લોકસભા ઇલેક્શનમાં નીતીશ કુમારને એનડીએ ગઠબંધનનો ચહેરો બનાવવા માટે પણ માંગ કરી રહ્યું છે.

સમ્માનજનક સીટો

સમ્માનજનક સીટો

જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લોકસભા ઇલેક્શનને લઈને હજુ પણ તકરાર ચાલી રહી છે. બંને દળો વચ્ચે હજુ સુધી સીટોની વહેંચણી થઇ નથી અને જનતા દળ યુનાઇટેડ ઘ્વારા સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 લોકસભા ઇલેક્શનમાં ભાજપ તેમને સમ્માનજનક સીટો આપશે. તેની સાથે સાથે ઝારખંડ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ નીતીશ કુમાર બિહાર પ્લસને આગળ વધારવા માંગે છે. એટલા માટે તેઓ આશા કરી રહ્યા છે કે અહીં પણ તેમને ગઠબંધનની કેટલીક સીટો મળશે.

English summary
Amit Shah meeets Nitish Kumar in Patna bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X