મોહન ભાગવત સાથે મળ્યા અમિત શાહ, રામ મંદિર પર ઝડપી ચર્ચા
અયોધ્યા મુદ્દે સુનાવણીની તારીખ લંબાયા પછી રામ મંદિર મુદ્દે ફરી એકવાર રાજનીતિ ગરમાઈ ચુકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. આજે તેમને આરએસએસ એક્સઝીક્યુટીવ મીટ દરમિયાન મોહન ભાગવત સહીત બીજા પણ આરએસએસ નેતાઓ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત રામ મંદિર મુદ્દે અધ્યાદેશ લાવવા મુદ્દે થઇ છે.
રામ મંદિર અંગે ગિરિરાજ સિંહએ મુસલમાનોને ખુલ્લી ધમકી આપી

લોકોને દુઃખ છે
રામ મંદિર નિર્માણ અંગે આરએસએસ સંયુક્ત મહાસચિવ મનમોહન વૈદ્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિર નિર્માણમાં મોડું થવું હિંદુઓ માટે દુઃખદાયી છે. જે રીતે સુપ્રીમકોર્ટે મામલાની સુનાવણી જાન્યુઆરી મહિના સુધી લંબાવી છે તેને કારણે લોકો દુઃખી છે. આરએસએસ અને અમિત શાહ વચ્ચેની મુલાકાતના પહેલા દિવસે રામ મંદિર નિર્માણના વિકલ્પ અંગે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં આરએસએસ અને ભાજપના નેતાઓ પણ શામિલ થયા હતા. એટલું જ નહીં પરંતુ આ બેઠકમાં વિશ્વ હિન્દૂ પરિષદ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ અને ભારતીય ખેડૂત સંઘે પણ ભાગ લીધો હતો.

2019 પહેલા આશા છોડી દો
ભાજપના વરિષ્ઠ નેતા અને બજરંગ દળ સંસ્થાપક સદસ્ય વિનય કટિયાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને આ વાતની આશા છોડી દીધી છે કે વર્ષ 2019 પેહેલા રામ મંદિર નિર્માણ કાર્ય શરુ થઇ શકે. તેમને કહ્યું કે અમે લોકોને બેવકૂફ નથી બનાવવા માંગતા, રામ મંદિરનુ નિર્માણ વર્ષ 2019 પહેલા નહીં થઇ શકે. હવે તેના માટે અધ્યાદેશ લાવવાનો સમય પણ પૂરો થઇ ચુક્યો છે.

પ્રાઇવેટ મેમ્બર બિલ
રાકેશ સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે સંસદમાં પ્રાઇવેટ મેમ્બર બિલ રજુ કરીશુ. તેની સાથે જ ભાજપના ચાર સાંસદ ગોપાલ શેટ્ટી, ઉદિત રાજ, રૂપા ગાંગુલી અને કિરીટ સૌમ્યાએ પહેલાથી જ આ બિલનું સમર્થન કરવાનું આશ્વાશન આપ્યું છે. આપને જણાવી દઈએ કે રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં જાન્યુઆરી 2019 પહેલા નહીં રજુ થાય, એટલા માટે ભાજપ પાસે રામ મંદિર નિર્માણ માટે એક જ રસ્તો બચે છે કે તેઓ અધ્યાદેશ લાવે.