પીએમ મોદી પછી અમિત શાહ સોશ્યિલ મીડિયા પર બીજા સૌથી વધુ લોકપ્રિય નેતા

Posted By:
Subscribe to Oneindia News

દેશના પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જોડીને લોકો જય અને વીરુ ની જોડી કહે છે. આ બંનેની દોસ્તી તેમના માટે મિશાલ છે જેઓ કહે છે કે રાજનીતિમાં કોઈ કોઈનો દોસ્ત નથી હોતો. કહ્યા વિના એકબીજાની વાત સમજી જનાર બંને લોકો ખુબ જ અલગ છે. બંને દોસ્તીના એવા બંધનમાં છે જેને કોઈ પણ તોડી શકતું નથી. બધાને જ ખબર છે કે પીએમ મોદી સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઓ કેટલાક પસંદગીના લોકોમાં આવે છે જેમને લોકો ટ્વિટર પર ફોલો કરે છે.

પીએમ મોદી અને અમિત શાહ

પીએમ મોદી અને અમિત શાહ

પરંતુ હવે સોશ્યિલ મીડિયામાં તેમના મિત્ર અમિત શાહ પણ પાછળ નથી રહ્યા. અમિત શાહ પણ હવે નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે આવી રહ્યા છે. ટ્વિટર પર અમિત શાહના ફોલોવર 1 કરોડ કરતા પણ વધારે થઇ ગયા છે. જો ફેસબૂક અને ટ્વિટરને જોડી દેવામાં આવે તો અમિત શાહનો નંબર નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે આવે છે. જો ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જોડી દેવામાં આવે તો અમિત શાહ નરેન્દ્ર મોદી પછી ભારતના સૌથી વધી લોકપ્રિય નેતા બની ચુક્યા છે.

સોશ્યિલ મીડિયા

સોશ્યિલ મીડિયા

આપણા જણાવી દઈએ કે અમિત શાહ સોશ્યિલ મીડિયા ઘ્વારા લોકો અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરે છે. જેના કારણે તેમના ફોલોવર ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ અમિત શાહની લોકપ્રિયતાનું જ કારણ છે કે પૂર્વોત્તર રાજ્યોમાં ચૂંટણી પરિણામ આવ્યા ના બે દિવસ પછી તેમના ટ્વિટર ફોલોવરની સંખ્યા 1 કરોડ પાર થઇ ગયી.

અમિત શાહ ની લોકપ્રિયતા

અમિત શાહ ની લોકપ્રિયતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફોલોવર્સની સંખ્યા 5 કરોડ કરતા વધારે છે. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને ટ્વિટર પર લગભગ 60 લાખ લોકો ફોલો કરે છે. તેના સિવાય ભારત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિશ્વની લોકપ્રિય મહિના નેતામાં શામિલ છે. જેમના ટ્વિટર પર સૌથી વધુ ફોલોવર્સ છે.

સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજ

થોડા દિવસ પહેલા જ ટ્વિટર પર એક્ટિવ રહેનાર વિશ્વના બધા જ નેતાઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. લિસ્ટમાં સુષ્મા સ્વરાજ દુનિયાની સૌથી વધુ ફોલો કરવામાં આવી રહેલી મહિના નેતા જણાવવામાં આવ્યું.

English summary
BJP president Amit Shah is the second most followed leader in India on social media sites with a total of over 2 crore followers on Twitter and Facebook.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.