For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાની સીએમ પદની માંગ પર અમિત શાહનુ પહેલુ રિએક્શન

ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે શરૂ થયેલા વિવાદ પર પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયુ છે. સીએમ પદ માટે બંને પક્ષો વચ્ચે શરૂ થયેલો વિવાદ રોજ નવો વળાંક લઈ રહ્યો છે. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે મુખ્યમંત્રી પદ માટે શરૂ થયેલા વિવાદ પર પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે કહ્યુ કે, 'ચૂંટણી પહેલા પીએમ અને મે સાર્વજનિક રીતે કહ્યુ કે જો અમારુ ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે. ત્યારે કોઈ વાંધો ન થયો. હવે તે એક નવી માંગ લઈને આવી ગયા છે, જે અમને સ્વીકાર્ય નથી.'

amit shah

શાહે કહ્યુ કે આ પહેલા કોઈ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે 18 દિવસ જેટલો સમય નહોતો આપ્યો. રાજ્યપાલે વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થયા બાદજ પાર્ટીઓને આમંત્રિત કર્યા. ના શિવસેનાએ, ના કોંગ્રેસ-રાકાંપાએ દાવો કર્યો અને ના અમે. રાજ્યપાલે બંધારણના નિયમોનુ પાલન કર્યુ. જો આજે પણ કોઈ પાર્ટી પાસે સંખ્યા હોય તો તે રાજ્યપાલનો સંપર્ક કરી શકે છે.

તેમણે કહ્યુ - હું માનુ છુ કે રાજ્યપાલે યોગ્ય કામ કર્યુ છે. આજે પણ બધા લોકો સરકાર બનાવી શકે છે. શિવસેના 2 દિવસ માંગી રહી હતી, રાજ્યપાલે 6 મહિનાનો મોકો આપી દીધો છે. કપિલ સિબ્બલ જેવા વકીલ આવા નિવેદન આપી રહ્યા છે કે મોકો છીનવી લીધો. તમને પૂરો મોકો છે. એ સ્પષ્ટ કરવા માટે જ હું અહીં છુ કે બધા પાસે મોકો છે.

આ પણ વાંચોઃ મુલાયમ સિંહ યાદવની ફરીથી બગડી તબિયત, પીજીઆઈમાં ભરતીઆ પણ વાંચોઃ મુલાયમ સિંહ યાદવની ફરીથી બગડી તબિયત, પીજીઆઈમાં ભરતી

English summary
Amit Shah's reaction on demand of Shiv Sena,they have come up with new demands which are not acceptable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X