લોકસભામાં બોલ્યા અમિત શાહ, સમય આવ્યે જમ્મુ કાશ્મીરને અપાશે પૂર્ણ રાજ્યનો દરજ્જો
કોરોના રોગચાળા વચ્ચે સંસદનું બજેટ સત્ર ચાલુ છે. રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે 8 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે લોકસભાની કાર્યવાહી શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ થઈ હતી. પ્રથમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટને લઈને વિપક્ષી પાર્ટીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ પછી ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહ સમક્ષ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તે જ સમયે, કલમ 370ને લઇ કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું.
લોકસભામાં અમિત શાહે કહ્યું કે અમને પૂછવામાં આવ્યું કે આર્ટિકલ 370ના રદ દરમિયાન કરવામાં આવેલા વચનોનું શું થયું? આ કલમ રદ થયાને 17 મહિના થયા છે અને હવે તમે તેના માટે એકાઉન્ટ શોધી રહ્યા છો. તમે છેલ્લા 70 વર્ષોની ગણતરી કરી છે? શાહના કહેવા પ્રમાણે, જો કોંગ્રેસે પોતાનું કામ બરાબર કર્યું હોત તો આજે તેમને પૂછવાની જરૂર નહોતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો બિલ, 2021) નો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો અધિકાર આપવા સાથે કંઈ લેવાદેવા નથી, જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
ભુકંપની ઝટકાથી હલ્યા રાહુલ ગાંધી, લાઇવ કેમેરામાં કેદ વીડિયો વાયરલ