For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને ફરી પીએમ બનાવવા અમિત શાહને એક્સટેંશન, ભારત માતા, કમળ મૂળમંત્ર

શનિવારે સવારે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદની શરૂઆત દિલ્હીમાં થઈ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક થઈ રહી છે અને બેઠકમાં વર્ષમાં અંતમાં યોજાનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી સાથે સાથે 2019 ની લોકસભા ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત બેઠકમાં એસસી-એસટી એક્ટના કારણે સવર્ણોનો વિરોધ અને એનઆરસીનો મુદ્દો પણ હશે. જ્યારે ચૂંટણીની વાત થશે તો સવાલ એ પણ છે કે પક્ષ કોના નેતૃત્વમાં 2019 ના લોકસભા ચૂંટણીમાં જશે. હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ જાન્યુઆરી 2019 માં સમાપ્ત થઈ રહ્યો છે. શું કોઈ નવો ચહેરો પક્ષનું નેતૃત્વ કરશે. એવુ નહિ થાય. અમિત શાહ હાલમાં 2019 ના લોકસભા ચૂંટણી સુધી પક્ષના અધ્યક્ષ બની રહેશે.

પક્ષ 2019 માં સ્પષ્ટ બહુમત સાથે જીત મેળવશે

પક્ષ 2019 માં સ્પષ્ટ બહુમત સાથે જીત મેળવશે

સમાચાર એ છે કે સંગઠન ચૂંટણીને લોકસભા ચૂંટણી બાદ કરાવવાના પ્રસ્તાવ પર રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મ્હોર લાગી ગઈ છે. 2019 ની લોકસભા ચૂંટણીઓ માર્ચ-એપ્રિલમાં થવાની સંભાવના છે અને એવામાં ભાજપ નવી ટીમ સાથે ચૂંટણીમાં ઉતરવાનું જોખમ નથી ઉઠાવવા માંગતી. એટલા માટે પક્ષે હાલની ટીમને જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. શનિવારે સવારે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદની શરૂઆત દિલ્હીમાં થઈ છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીના નિધનના કારણે આ બેઠક 16 ઓગસ્ટે ટળી ગઈ હતી. બેઠકનું ઉદઘાટન કરતા અમિત શાહે કર્યુ કે પક્ષ 2019 માં સ્પષ્ટ બહુમત સાથે જીત મેળવશે અને બેઠકોનો આંકડો 2014 થી વધુ હશે.

આ પણ વાંચોઃભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં SC/ST એક્ટ પર શું બોલ્યા અમિત શાહ?આ પણ વાંચોઃભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં SC/ST એક્ટ પર શું બોલ્યા અમિત શાહ?

ભારત માતા અને કમળ મૂળમંત્ર

ભારત માતા અને કમળ મૂળમંત્ર

પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્ય એકમોના અધ્યક્ષની આ બેઠકમાં અમિત શાહે કહ્યુ કે ચૂંટણીમાં ભારત માતા અને કમળ મૂળમંત્ર રહેશે અને સાથે પક્ષ ‘અજેય ભાજપ' ના નારા સાથે મેદાનમાં ઉતરશે. શાહે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીત માટે નેતાઓને ખૂબ મહેનત કરવા કહ્યુ છે. સાથે જ તેલંગાનાની વિધાનસભા ચૂંટણી પર વધુ જોર આપવા માટે કહ્યુ છે. તેલંગાનામાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સાથે જ ચૂંટણી થવાની સંભાવના છે.

યોજનાઓના પ્રચાર પર જોર

યોજનાઓના પ્રચાર પર જોર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે બેઠકને સંબોધિત કરશે. ભાજપ ગરીબો માટે પોતાની યોજનાઓ, આર્થિક સફળતાઓ ઉપરાંત સામાજિક ન્યાય માટે ઉઠાવાયેલા કેન્દ્રના પગલાંઓને મોટાપાયે લોકો વચ્ચે લઈ જવાની તૈયારીમાં છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સુધી સીધો સંદેશ પહોંચાડવા માટે પક્ષે બેઠકના સ્થળ તરીકે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પસંદ કર્યુ છે.

એસસી-એસટી અને એનનઆરસી પર રણનીતિ

એસસી-એસટી અને એનનઆરસી પર રણનીતિ

અમિત શાહે પક્ષના પદાધિકારીઓને કહ્યુ છે કે એસસી-એસટી મુદ્દે દેશમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આનાથી 2019 ની ચૂંટણી પર કોઈ અસર પડશે નહિ. ગુરુવારના ભારત બંધ બાદ પક્ષ આ મામલે એક સંતુલન બેસાડવાની કોશિશમાં છે. અગ્રણી જાતિઓ જે રીતે એસસી એસટી એક્ટમાં સરકાર દ્રારા કરાયેલ સુધારોનો વિરોધ કરી રહી છે તેનાથી ભાજપ ચિંતિત છે. વરિષ્ઠ નેતા કાલરાજ મિશ્રા પણ આ કાયદા પર પુનર્વિચારની માંગ કરી ચૂક્યા છે. પક્ષ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની પારંપરિક મતબેંકને ખોવાનું જોખમ ઉઠાવી શકે નહિ. પક્ષ આના પર ઠોસ રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે.
આ ઉપરાંત પક્ષના સૂત્રો મુજબ બેઠકમાં એનઆરસીના મુદ્દે દેશવ્યાપી રણનીતિ બનાવવા પર પણ ચર્ચા થશે. 2014 ની લોકસભા ચૂંટણી બાદ જુલાઈમાં અમિત શાહને અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2016 માં તેમને ફરીથી ત્રણ વર્ષ માટે પક્ષના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. ત્યારબાદ મોદી અને શાહની જોડીના નેતૃત્વમાં પક્ષે પંજાબ અને કર્ણાટક છોડીને જ્યાં પણ વિધાનસભા ચૂંટણી થઈ ત્યાં પોતાની સરકાર બનાવી કે સરકારમાં ભાગીદાર બની. સ્પષ્ટ છે કે ભરોસાપાત્ર જોડી સાથે જ પક્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં જંગ જીતશે.

આ પણ વાંચોઃ‘નરેન્દ્ર મોદી કોઈ બીજા દેશમાં પીએમ હોત તો તેમને રાજીનામુ આપવુ પડત'આ પણ વાંચોઃ‘નરેન્દ્ર મોદી કોઈ બીજા દેશમાં પીએમ હોત તો તેમને રાજીનામુ આપવુ પડત'

English summary
Amit Shah to stay on as BJP chief until 2019 lok sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X