For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ આજે બતાવશે મોદી વેનને લીલી ઝંડી, જાણો શું છે ખાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોદી વેનને લીલી ઝંડી બતાવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોદી વેનને લીલી ઝંડી બતાવશે. ભારતીય જનતા પાર્ટી તરફથી આ મિશનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સરકારમાં 20 વર્ષ પૂરા થવાના પ્રસંગે સેવા જ સંગઠન કાર્યક્રમ હેઠળ કરવામાં આવી રહી છે. આ ખાસ વેન કૌશાંબી વિકાસ પરિષદ તરફથી ચલાવવામાં આવશે જેને વિનોદ સોનકાર ચલાવે છે. વિનોદ સોનકર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે અને ઉત્તર પ્રદેશના કૌશાંબીથી ભાજપ સાંસદ છે.

amit shah

વિનોદ સોનકરે જણાવ્યુ કે પાંચ મોદી વેનને ચલાવવામાં આવશે કે જે કૌશાંબી જિલ્લાના અલગ-અલગ ક્ષેત્રમાં જશે. તેને કંટ્રોલ ઑફિસથી નિયંત્રિત કરવામાં આવશે. દરેક વેનમાં 32 ઈંચનુ ટીવી લાગેલુ છે એમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા છે જેના દ્વારા પ્રધાનમંત્રી મોદીની દર મહિને થનારી મન કી બાત કાર્યક્રમનુ પ્રસારણ કરવામાં આવશે, સાથે જ પીએમ મોદીના ભાષણ અને રેલીઓમાં તેમના ઉદ્બોધનને બતાવવામાં આવશે.

મોદી વેન દ્વારા કોરોના રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવશે. વેન ગ્રામીણ વિસ્તારોમાં જશે અને લોકોને રસી લગાવવાના મહત્વની માહિતી આફશે. સોનકરે જણાવ્યુ કે ગાડીમાં ટેલીમેડિસિનની પણ સુવિધા છે, ગાડીમાં 39 બ્લડ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી શકે છે. આ વેન દ્વારા લોકોને શપથ અપાવવામાં આવશે કે તે પોતાના ગામને સંપૂર્ણપણે સાફ અને સ્વચ્છ રાખશે, ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવશે. સાથે જ પાણીનુ સંરક્ષણ કરશે. સાથે જ વેન લોકોને ઘણી સરકારી યોજનાઓ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવામાં પણ મદદ કરશે.

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2013માં તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભાજપે 282 લોકસભા સીટો પર જીત નોંધાવી હતી. 1984 બાદ એવુ પહેલી વાર હતુ જ્યારે કોઈ પાર્ટીએ એકલા પૂર્ણ બહુમત મેળવ્યુ હોય. 2019માં પણ ભાજપે પોતાની સીટોની સંખ્યાને વધારીને 303 સીટો પર જીત નોંધાવી અને નરેન્દ્ર મોદી સતત બીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા.

English summary
Amit Shah to launch Modi Van, Read all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X