• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

55ના થયા ભાજપના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ, પીએમ મોદીએ પાઠવી શુભકામના

|

દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને અમિત શાહને શુભકામનાઓ પાઠવી છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં થયો હતો અને આજે તે 55 વર્ષના થઈ ગયા છે. શાહનો જન્મ મુંબઈના સંપન્ન પરિવારમાં થયો હતો. શાહ માત્ર 16 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયા હતા અને તે એબીવીપીના કાર્યકર્તા પણ હતા. પોતાની કુશળતા અને સક્રિયતાના દમ પર તે માત્ર બે વર્ષની અંદર એબીવીપી ગુજરાત એકમના સંયુક્ત સચિવ બની ગયા હતા. પીએમ મોદી સાથે શાહની મુલાકાત 1986માં થી હતી અને ત્યારબાદથી બંને સારા દોસ્ત બની ગયા.

પીએમ મોદીએ પાઠવી શુભકામના

પીએમ મોદીએ પાઠવી શુભકામના

પીએમ મોદીએ ટ્વીટ કરીને અમિત શાહને અભિનંદન પાઠવતા લખ્યુ, કર્મઠ, અનુભવી, કુશળ સંગઠનકર્તા તેમજ મંત્રીમંડળમાં મારા સહયોગી અમિત શાહજીને જન્મદિવસની પુષ્કળ શુભકામનાઓ. સરકારમાં બહુમૂલ્ય ભૂમિકા નિભાવવા સાથે જ તે ભારતના સશક્ત અને સુરક્ષિત કરવામાંપણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તેમને દીર્ઘાયુ કરે અને સદા સ્વસ્થ રાખે. તમને જણાવી દઈએ કે અમિત શાહે પોતાની ક્ષમતા અને સંગઠન કૌશલના દમ પર સતત સફળતાની ઉંચાઈઓને સર કરી છે.

પોતાની કાબેલિયતના કારણે મેળવ્યુ આ મુકામ

પોતાની કાબેલિયતના કારણે મેળવ્યુ આ મુકામ

શાહે પોતાની રાજકીય ઈનિંગ 1997માં શરૂ કરી જ્યારે તે પહેલી વાર ગુજરાતના સરખેજ વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા. શાહની કાબેલિયતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમણે સતત દરેક ચૂંટણીમાં પોતાની જીતનુ અંતર વધાર્યુ છે. 1998માં ભાજપે ગુજરાત એકમના શાહને પ્રદેશ સચિવ બનાવી દીધા અને 1999માં તે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ બની ગયા. વર્ષ 2002માં અમિત શાહ પહેલી વાર ગુજરાત સરકારમાં મંત્રી બન્યા અને ઘણા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી પરંતુ આ દરમિયાન તેમણે શોહરાબુદ્દીન નકલી એનકાઉન્ટર કેસમાંથી પસાર થવુ પડ્યુ. જો કે 2015માં સીબીઆઈની વિશેષ અદાલતે શાહને મુક્ત કરી દીધા.

આ પણ વાંચોઃ કેરળમાં રેડ એલર્ટ, તમિલનાડુ-કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ

ઐતિહાસિક નિર્ણય લીધો

ઐતિહાસિક નિર્ણય લીધો

2014માં લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહેને યુપીની કમાન સોંપવામાં આવી હતી જેની જબરદસ્ત અસર પરિણામોમાં જોવા મળી અને ભાજપે યુપીમાં 80માંથી 71 સીટો પર બંપર જીત મેળવી. આ પરિણામો બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સોંપી દીધી. અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બે વર્ષ બાદ તે એક વાર ફરીથી અધ્યક્ષ ચૂંટાયા. 2019માં ભાજપની ફરીથી જીત બાદ અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ તેમણે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાનો ઐતિહાસિક લીધો છે. શાહ પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે જે રીતે સીધી સપાટ ભાષામાં જવાબ આપે છે તેના કારણે ઘણી વાર તે વિપક્ષના નિશાના પર આવી જાય છે.

English summary
Amit Shah turns 55 PM Narendra Modi wishes him happy birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more