રાફેલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમિત શાહે વિરોધીઓને કહ્યુ, ‘માફી માંગો'
દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે રાફેલ પર દાખલ કરેલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરીને મોદી સરકારને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેંચે રાફેલ મામલે કરેલી બધી પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. રાફેલ પર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળવા પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરે વિરોધીઓ પર હુમલો કર્યો છે. તેમણે લખ્યુ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ બધા નેતાઓને આકરો જવાબ છે જે સરકારને બદનામ કરવાના ષડયંત્રમાં લાગેલા રહે છે.
ઉલ્લેખનીય છે કે રાફેલ મામલે છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય વિવાદ થતો રહે છે. ગુરુવારે આ કેસમાં દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓને ફગાવીને સુપ્રીમ કોર્ટે મોદી સરકારને મોટી રાહત આપી છે. આના પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને વિરોધીઓને આડેહાથ લીધા છે. અમિત શાહે લખ્યુ કે રાફેલ કેસમાં સમીક્ષા અરજીને ફગાવીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ નેતાઓ અને પાર્ટીઓ માટે એક આકરો જવાબ છે જે દૂર્ભાવનાપૂર્ણ અને આધારહીન અભિયાનો પર ભરોસો કરે છે.
તેમણે આગળ લખ્યુ કે ગુરુવારે આવેલા સુપ્રીમ કોર્ટનો ચુકાદો જણાવે છે કે સરકાર પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત છે. ચુકાદાથી એ સાબિત થઈ ગયુ કે રાફેલ પર સંસદમાં વિવાદ એક દેખાડો હતો. તેના બદલે અમે લોકોના કલ્યાણ માટે સંસદના સમયનો સારો ઉપયોગ કરી શકતા હતા. ગૃહમંત્રીએ આગળ લખ્યુ કોંગ્રેસ અને તેના નેતાઓને આજે સુપ્રીમ કોર્ટમાંથી ઝાટકણી થઈ છે. એવા નેતા જેમના માટે રાજનીતિ રાષ્ટ્રના હિતથી પહેલા આવે છે તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચોઃ Facebookએ આ વર્ષે બંધ કર્યા 5.4 અબજ અકાઉન્ટ્સ, આ છે મોટુ કારણ