એમનેસ્ટી ઈન્ટરનેશનલે ભારતમાં બંધ કર્યુ કામકાજ, સરકાર પર લગાવ્યા આરોપ
નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં પોતાનુ કામકાજ રોકી દીધુ છે. મંગળવારે ભારતમાં પોતાનુ કામકાજ રોકવા સાથે જ એમનેસ્ટી ઈન્ટરનેશનલે આરોપ લગાવ્યો છે કે ભારત સરકારે 2020ની શરૂઆતમાં જ એક કાર્યવાહી હેઠળ તેમના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. જેના કારણે અમે પોતાના મોટાભાગના કર્મચારીઓને કાઢવા પડ્યા. આ સાથે જ આ સંસ્થાએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર તેમની પાછળ પડી ગઈ છે.
એમનેસ્ટી ઈન્ટરનેશનલનુ કહેવુ છે કે સરકાર દ્વારા બેંક ખાતાઓને ફ્રીઝ કર્યા બાદ ભારતમાં કામ અટકી ગયુ છે. સરકારે સંસ્થાને ભારતમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા અને સંસ્થાના અભિયાન અને અનુસંધાન કાર્યોને રોકવા માટે મજબૂર કર્યા છે. માનવાધિકાર નિરીક્ષણ સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે મંગળવારે કહ્યુ કે સરકાર દ્વારા સંગઠનના ઘણા બેંક ખાતાઓને ફ્રીઝ કરાયા બાદ ભારતમાં આનુ કામ રોકી દેવામાં આવ્યુ છે.
વળી, ભારત સરકારનુ કહેવુ છે કે આ સંસ્થાએ Foreign Contribution (Regulation) Act હેઠળ ક્યારેય રજિસ્ટ્રેશન કરાવ્યુ નથી જે વિદેશી ફંડિંગ માટે જરૂરી હોય છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલનુ કહેવુ છે કે સરકારના બેંક ખાતાનો ફ્રીઝ કર્યા બાદ ભારતમાં કામ અટકી ગયુ છે.
પીએમ મોદીએ ઉત્તરાખંડમાં 6 મોટી પરિયોજનાઓનુ ઉદ્ઘાટન કર્યુ