PMના ટ્વિટ બાદ અમૃતા ફડણવીસ પણ છોડશે સોશિયલ મીડિયા, કહ્યુ - પોતાના નેતાને અનુસરીશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વિટે સૌને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી સોશિયલ મીડિયાની લોકપ્રિય હસ્તીઓમાં શામેલ છે. તેમનાન ફોલોઅર્સ માત્ર ભારતમાં નહિ પરંતુ વિદેશોમાં પણ છે. પીએમના આ ટ્વિટ બાદ જ્યાં તેમના સમર્થકો તેમને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે પણ ચોંકાવનારુ ટ્વિટ કર્યુ છે.

અમૃતા ફડણવીસ પણ સોશિયલ મીડિયાને કરશે ગુડ બાય
સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય અમૃતા ફડણવીસે ટ્વિટ કર્યુ છે કે ક્યારેરક ક્યારેક નાના નિર્ણય આપણુ જીવન બદલી દે છે. હું મારા નેતાના બતાવેલા રસ્તાનુ અનુસરણ કરીશુ. અમૃતાના આ ટ્વિટથી લાગી રહ્યુ છે કે તે પણ સોશિયલ મીડિયા છોડવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમૃતા ઘણીવાર પોતાના ટ્વિટના કારણે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે શિવસેના નેતા અને પ્રદેશના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેને ‘કીડા' કહ્યા હતા.

પોતાના નેતાનુ અનુસરણ કરીશઃ અમૃતા ફડણવીસ
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સોમવારે ટ્વિટ કરીને લખ્યુ કે તે આ રવિવારે સોશિયલ મીડિયા છોડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે લખ્યુ કે તે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ છોડવા માંગે છે. તેમણે કહ્યુ કે આ વિશે તમને જણાવીશ. પીએમ મોદીના આ ટ્વિટ બાદ લોકોની કમેન્ટનુ પૂર આવી ગયુ. લોકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી.

ફેસબુક પર 4 કરોડ ફોલોઅર્સ છે પીએમ મોદીના
ખાસ વાત એ છે કે ટ્વિટર પર પીએમ મોદીના 53.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 4 કરોડ 47 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત ઈન્સ્ટાગાર્મ પર તેમના 35.2 મિલિયન ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર પીએમ મોદીના 4.5 મિલિયન સબ્સ્કાઈબર્સ છે.

સોશિયલ મીડિયા નહિ નફરત છોડોઃ રાહુલ ગાંધી
પીએમ મોદીના આ ટ્વિટ બાદ કોંગ્રેસ કોંગ્રેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના ટ્વિટના સ્ક્રીનશોર્ટ પોસ્ટ કરીને લખ્યુ કે તમે નફરત છોડો, સોશિયલ મીડિયા ન છોડો. વળી, કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ, સમ્માનનીય પ્રધાનમંત્રી જી, તમને આગ્રહ છે કે તમે એ ટ્રોલ્સની ફોજને એ સલાહ આપો જે તમારા નામે લોકોને દરેક સેકન્ડ અપશબ્દ કહે છે અને ધમકી આપે છે.