જમ્મુ કાશ્મીરઃ કટરામાં અનુભવાયા 3.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, બીજી વાર હલી ધરતી
મંગળવારે બીજી વાર ભૂકંપના ઝટકાથી જમ્મુ કાશ્મીરની ધરતી હલી ગઈ. જમ્મુ કાશ્મીરના કટરામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી. કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર આવ્યા નથી. ઝટકો બપોરે લગભગ 2 વાગીને 10 મિનિટે અનુભવાયો હતો. ભૂકંપની કેન્દ્ર કટરાથી 85 કિમી પૂર્વમાં હતુ. તમને જણાવી દઈએ કે આજે સવારે લગભગ 7 વાગે શ્રીનગર, કિશ્તવાડ અને ડોડા જિલ્લા સહિત કાશ્મીર ઘાટીના મોટાભાગના હિસ્સાઓમાં જોરદાર ઝટકા અનુભવાયા. આ ઉપરાંત જમ્મુમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા.
સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીમાંથી મળેલ માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો આ ચોથો ઝટકો હતો. કટરામાં રવિવારે રાતે 8.35 કલાકે 3.0ની તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનુ કેન્દ્ર કટરાથી 90 કિલોમીટર પૂર્વમાં હતુ. આ પહેલા જમ્મુ કાશ્મીરમાં મંગળવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 માપવામાં આવી.
કેમ આવે છે ભૂકંપ?
ધરતીની અંદર જ્યારે પ્લેટ્સ અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઇ જગ્યાએ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેના કારણે ત્યાં ફૉલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખુણા ફેરવાય જાય છે, આ સપાટીના ખુણા પલટાતાં ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ પ્લેટ્સ ટૂટવાથી અંદરની એનરજી બહારનો રસ્તો શોધે છે, જેના કારણે ધરતી ધ્રૂજે છે અને તેને આપણે ભૂકંપ માનીએ છીએ.
Video: સુશાંતના ઘરે પહોંચી અંકિતા, અભિનેતાના મોત પહેલા લખી હતી ચોંકાવનારી વાત