For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમ NRC ડ્રાફ્ટઃ ભાજપનું 2019 લોકસભા ચૂંટણી માટેનું સૌથી મોટુ હિંદુત્વ કાર્ડ

બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરોનો મુદ્દો દાયકાઓથી છવાયેલો છે. આની પાછળનું એક મોટુ કારણ અસમમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી પણ છે.

|
Google Oneindia Gujarati News

અસમના રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) પર રાજકીય મહાસંગ્રામ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરોનો મુદ્દો દાયકાઓથી છવાયેલો છે. આની પાછળનું એક મોટુ કારણ અસમમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી પણ છે. અસમમાં 1951 થી 1971 વચ્ચે મતદારોની સંખ્યા અચાનક 51 ટકા વધી ગઈ. 1971 થી 1991 વચ્ચે વૃદ્ધિદર લગભગ 90 ટકા સુધી વધી ગયો. 2001 ની વસ્તી ગણતરીમાં મુસ્લિમ વસ્તીમાં વધારો 30.9 ટકા હતો જે 2011 માં વધીને 34.2 ટકા થઈ ગયો. આ આંકડા દેશના બાકીના રાજ્યોની તુલના કરીએ તો અન્ય ભાગોમાં મુસ્લિમોની વસ્તી 13.4 થી 14.2 ટકાની ઝડપથી વધી. ઝડપથી વધતી મુસ્લિમ વસ્તી અને ઘૂસણખોરી અસમમાં મોટા રાજકીય મુદ્દા છે. હવે રાજકારણીઓ નફા નુકશાનની વાતો કરે છે.

NRC ડ્રાફ્ટ પાડશે 67 લોકસભા સીટો પર સીધી અસર

NRC ડ્રાફ્ટ પાડશે 67 લોકસભા સીટો પર સીધી અસર

2019 લોકસભા ચૂંટણીના એલાન પહેલા અસમમાં જારી NRC ડ્રાફ્ટ પર રાજકીય દળો પોત પોતાના હિંદુ મુસ્લિમ મતદારોને સંબોધી રહ્યા છે. NRC ડ્રાફ્ટ પર સૌથી વધુ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી. અસમમ પાસેના પશ્ચિમ બંગાળમાં પણ ઘૂસણખોરી મોટી સમસ્યા છે. અસમમાં 34 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી છે જ્યારે બંગાળમાં આ આંકડો 27 થી 28 ટકા વચ્ચે છે. અસમમાં 14 લોકસભા સીટો અને પશ્ચિમ બંગાળમાં 42. આખા નોર્થ-ઈસ્ટની વાત કરીએ તો અસમ સહિત 25 લોકસભા સીટો છે. આ પ્રકારે જો પશ્ચિમ બંગાળ અને નોર્થ-ઈસ્ટની બધી સીટોને જોડી દેવામાં આવે તો કુલ લોકસભા સીટો બને છે 67. આનો અર્થ એ કે NRC ડ્રાફ્ટની આ 67 સીટો પર સીધી અસર પડશે.

હિંદુને હિંદુ અને મુસલમાનને મુસલમાનની વિચારવા પર મજબૂર કરશે

હિંદુને હિંદુ અને મુસલમાનને મુસલમાનની વિચારવા પર મજબૂર કરશે

NRC ડ્રાફ્ટ ગેરકાયદે રીતે મુસ્લિમોની ઘૂસણખોરીના મુદ્દો અન્ય રાજ્યોમાં પણ હિંદુને હિંદુની જેમ અને મુસલમાનને મુસલમાનની જેમ વિચારવા પર મજબૂર કરશે. મમતા બેનર્જીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ હોય, ડાબેરી કે કોંગ્રેસ. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતબેંક સિવાય કોઈ પક્ષની સરકાર બની શકે નહિ કારણ હિંદુ વહેંચાયેલા છે. આ જ કારણ છે કે મમતા બેનર્જીથી લઈને લેફ્ટ અને કોંગ્રેસ સુધી બધાનું ઈફ્તારમાં જવુ-આવવુ ચાલુ રહે છે.

NRC ડ્રાફ્ટની મમતા પર શું પડશે અસર

NRC ડ્રાફ્ટની મમતા પર શું પડશે અસર

પશ્ચિમ બંગાળમાં પણ સ્થિતિ અસમ જેવી જ છે. મમતા બેનર્જીના શાસનવાળા રાજ્યમાં પણ બાંગ્લાદેશથી લોકો આવીને વસી ગયા છે અને મોટી સંખ્યામાં ઘૂસણખોરી થતી રહે છે. આ પ્રકારના મુદ્દા હાઈલાઈટ થવાથી હિંદુ તૃણમૂલ કોંગ્રેસથી કપાઈ શકે છે અને ભાજપ તરફ જઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં તેની સંભાવના વધુ છે કારણકે મતદાર જાણે છે કે મમતા બેનર્જી પીએમ નથી બની શકતી અને પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ પશ્ચિમ બંગાળમાં ઝડપથી વધી રહ્યો છે. માટે લગભગ 67 સીટો પર બ્રાન્ડ મોદી અને હિંદુત્વ કાર્ડ બંનેની અસર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને અસમમા કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે.

કોંગ્રેસ લાંબા સમયથી દબાવીને બેઠી હતી NRC ડ્રાફ્ટનો મુદ્દો

કોંગ્રેસ લાંબા સમયથી દબાવીને બેઠી હતી NRC ડ્રાફ્ટનો મુદ્દો

અસમમાં કોંગ્રેસે લાંબા સમય સુધી રાજ કર્યુ પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે કોઈ મોટુ વલણ અપનાવ્યુ નહિ. એ વાત સાચી છે કે 1985 માં રાજીવ ગાંધીએ સરકાર અસમ એકોર્ડમાં સાઈન કર્યુ હતુ. 1985 થી લાગુ અસમ સમજૂતી અનુસાર, 24 માર્ચ 1971 ની અડધી રાત સુધી રાજ્યમાં પ્રવેશ કરેલ લોકોને ભારતીય નાગરિક માનવામાં આવશે. રાજીવ ગાંધી અસમ ગણ પરિષદ અને અન્ય આંદોલનકારીઓને ભરોસો આપ્યો હતો કે 1971 બાદ આવેલા બાંગ્લાદેશીઓને તે બહારનો રસ્તો બતાવી દેશે. રાજીવ ગાંધી બાદ કોંગ્રેસ આ નીતિ પર વળગી રહી શક્યુ નહિ. કારણ - મુસ્લિમ મતદારોની પહેલી પસંદ કોંગ્રેસ રહ્યુ છે. તેમને માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈવાળી સ્થિતિ રહી.

ભાજપે ચલાવ્યુ 2019 માટે સૌથી મોટુ હિંદુત્વ કાર્ડ

ભાજપે ચલાવ્યુ 2019 માટે સૌથી મોટુ હિંદુત્વ કાર્ડ

નરેન્દ્ર મોદીની છબી હિંદુત્વ સાથે જોડાયેલી છે. એ વાત બીજી છે કે બ્રાન્ડ મોદીને વિકાસ સાથે જોડવામાં આવે છે પરંતુ હિંદુત્વ બ્રાન્ડ મોદીનો આધાર છે. પરંતુ 2014 બાદ પક્ષ એવુ કોઈ કામ ન કરી શક્યુ જે સીધુ હિંદુત્વની વિચારધારા પર ચાલનારા લોકોને પ્રભાવિત કરે. હવે અસમમાં NRC ડ્રાફ્ટ જારી કરીને ભાજપે આખા દેશમાં ગેરકાયદે મુસ્લિ ઘૂસણખોરોનો મુદ્દો દેશ સામે ઉભો કરી દીધો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ 2014 માં કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ હિંદુ મતદારોને સંગઠિત કરી મુસ્લિમ મત વહેંચવાની રણનીતિના દમ પર જીતતુ આવ્યુ છે. NRC ડ્રાફ્ટના સહારે હિંદુને સંગઠિત કરીને ભાજપને મદદ મળી શકે છે.

English summary
Analysis: Assam's National Register of Citizens, read here impact of NRC on 2019 lok sabha election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X