પીએમ મોદીની રેલીમાં અનંત અંબાણી, પિતાએ કર્યુ હતુ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા દક્ષિણ મુંબઈ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર મિલિન્દ દેવડાને સમર્થન કર્યુ હતુ અને હવે તેમના પુત્ર અનંત શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં શ્રોતાઓમાં બેઠેલા જોવા મળ્યા. તે દર્શક દીર્ઘામાં પહેલી લાઈનમાં બેઠા હતા. મોદીની શુક્રવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જનસભા હતી. અહીં અનંતે એક મરાઠી ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ તે અહીં પ્રધાનમંત્રી મોદીને સાંભળવા અને દેશને સમર્થન આપવા આવ્યા છે.
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ થોડા દિવસો પહેલા મુંબઈ સીટથી કોંગ્રેસ ઉમેદવાર મિલિન્દ દેવડાનું સમર્થન કર્યુ હતુ. અહીં 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. અંબાણીનું કોંગ્રેસ ઉમેદવાર દેવડાને સમર્થન એવા સમયે સામે આવ્યુ જ્યારે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિના ભાઈ અનિલ અંબાણી પર રાફેલ સોદા માટે કોંગ્રેસ સતત નિશાન સાધી રહ્યુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવડાએ પોતાના ટ્વીટર પેજ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં અંબાણી તેમની પ્રશંસા કરી રહ્યા છે.
Maharashtra: Mukesh Ambani's son Anant Ambani seen at Prime Minister Narendra Modi's public rally venue in Mumbai. pic.twitter.com/NODbOHi084
— ANI (@ANI) 26 April 2019
આવુ બહુ ઓછુ જોવામાં આવ્યુ છે કે મુકેશે ખુલીને ચૂંટણીમાં કોઈ ઉમેદવારનું સમર્થન કર્યુ છે. ટ્વીટર પર શેર વીડિયોમાં મુકેશ કહે છે, 'મિલન્દ દક્ષિણ મુંબઈ માટે છે. તેમણે 10 વર્ષ સુધી દક્ષિણ મુંબઈને રિપ્રેઝન્ટ કર્યુ છે. તેમને અહીંની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઈકો સિસ્ટમની સારી સમજ છે. નાના અને મોટા બિઝનેસ બંને દક્ષિણ મુંબઈમાં ફલી-ફૂલી રહ્યા છે. આના દ્વારા પ્રતિભાવાન યુવાનોને રોજગારની તક બનાવી શકાય છે.' વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યુ, 'પોતાનો મત ખરાબ ન કરતો. સારુ રહેશે કે એ પાર્ટી માટે મત આપો જે સત્તામાં આવી રહી છે અને તમે તમારા મતથી તેને મજબૂતી આપી શકો છો.' મોદીએ કહ્યુ, 'હવે એક માત્ર સવાલ એ છે કે શું ભાજપ 2014ના મુકાબલે પોતાની સીટોની સંખ્યા વધુ સારી કરવા જઈ રહી છે.'
આ પણ વાંચોઃ શુક્રવારે દેશમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ, વિશ્વમાં 15 સૌથી ગરમ જગ્યાઓ બધી ભારતની