For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોપિયાં એન્કાઉન્ટર: 7 આતંકી ઠાર, સર્ચ ઓપેરશન ચાલુ

ઘાટીમાં તીવ્ર પ્રવૃત્તિઓ વચ્ચે, ભારતીય સેના ફરી એકવાર આતંક સામે જીતી ગયું છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઘાટીમાં તીવ્ર પ્રવૃત્તિઓ વચ્ચે, ભારતીય સેના ફરી એકવાર આતંક સામે જીતી ગયું છે. અનંતનાગ વિસ્તારમાં લશ્કર અને બળવાખોરો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર હવે સમાપ્ત થઈ ગયા છે. આ સૈન્યએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીની હત્યા કરી, જ્યાં બીજી ધરપકડ કરવામાં આવી છે. અનંતનાગ ઉપરાંત, શોપિયાંમાં ત્રાસવાદીઓ વચ્ચે થયેલી અથડામણ ચાલુ રહે છે. આ એન્કાઉન્ટરમાં આર્મીએ અત્યાર સુધીમાં 7 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. સૈન્યના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક આતંકી છૂપાયેલા હોઇ શકે છે, તેથી લશ્કર આ વિસ્તારમાં શોધ કામગીરી ચલાવી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.

સેના ઘ્વારા આખા વિસ્તારની ઘેરાબંધી

સેના ઘ્વારા આખા વિસ્તારની ઘેરાબંધી

આતંકીઓ ઘ્વારા જમ્મુ કાશ્મીર ના શોપિયાંમાં સેના પર હુમલો કર્યો હતો. તેનો સેનાએ જોરદાર જવાબ આપ્યો. સેના ઘ્વારા આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી હતી. શોપિયાંમાં આતંકીઓ ઘ્વારા સેનાની ગાડીઓને નિશાનો બનાવવામાં આવ્યો.

આતંકીઓ ઘ્વારા સેનાના કેસ્પર વાહનો પર હુમલો

આતંકીઓ ઘ્વારા સેનાના કેસ્પર વાહનો પર હુમલો

શોપિયાંના પોસવારી વિસ્તારમાં આતંકીઓ ઘ્વારા સેનાના કેસ્પર વાહનો પર હુમલો કરવામાં આવ્યો. ત્યારપછી સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ ચાલુ થઇ ગયી.

એક સામાન્ય નાગરિકની હત્યા

એક સામાન્ય નાગરિકની હત્યા

શનિવારની મોડી સાંજે પુલવામાં આતંકીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક સામાન્ય નાગરિકની હત્યા થયી હતી. પુલવામાં મૂરણ ચોક વિસ્તારમાં આતંકીઓ ઘ્વારા મોહમ્મદ અશરફ મીર નામના વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી. ઉપચાર ઘ્વારા તે વ્યક્તિની મૌત થઇ ગયી. મોહમ્મદ અશરફ પૂર્વ આતંકી હતો જે સેના માટે સ્પેશ્યલ પોલીસ ઓફિસર તરીકે કામ કરતો હતો.

English summary
Anantnag encounter one terrorist has been killed another arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X