For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંદમાન સુનામી વોર્નિંગ સિસ્ટમ 3 મિનિટમાં એલર્ટ આપશે

|
Google Oneindia Gujarati News

andaman-tsunami-warning-system
પોર્ટ બ્લેર, 12 જૂન : આંદમાન અને નિકોબાર ટાપુના રંગાચંગ પર લગાવવામાં આવેલી નવી ઝડપી સુનામી વોર્નિંગ સિસ્ટમ ભૂકંપ બાદ તત્કાળ સુનામીની શક્યતા અંગે વોર્નિંગ આપી શકશે. આ અંગે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશન ટેકનોલોજી (એનઆઇઓટી)ના મુખ્ય વિજ્ઞાની વિનિથ કુમારે જણાવ્યું કે "નવી સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક આંચકા નોંધાયા બાદ 3 મિનિટમાં જ એલર્સ મોકલી શકશે."

ડોલીગંઝ ખાતે આયોજિત એક સંમેલનમાં બોલતા તેમણે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે "ભૂકંપ દરમિયાન સિસ્ટમ મોજાઓની ક્ષમતાને માપી શકશે અને સુનામીની શક્યતાઓ અંગે એલર્ટ મોકલી શકશે." આ એલર્ટ કેન્દ્રને મળ્યા બાદ કેન્દ્ર હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (આઇએનસીઓઆઇએસ)ની મદદથી સંભવિત જોખમી વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કરશે.

કુમારે આગળ જણાવ્યું કે"વિવિધ પ્રકારના રિસ્ક ઝોનમાં ઓશન ઇમ્પેક્ટ સ્ટડી હાથ ધરવામાં આવ્યા છે. તેના આધારે દરિયાનું પાણી 5થી 15 મીટર વધે તો કયા વિસ્તારો દરિયામાં ગરકાવ થઇ શકે છે તેની સંભાવનાઓને આધારે વિસ્તારોની ઓળખ પણ કરવામાં આવી છે."

વિનિથ કુમારે જણાવ્યું કે આ અંગેની આગળની કાર્યવાહી અને પગલાં લેવા માટે અહેવાલ સત્તાવાળાઓને સોંપી દેવામાં આવ્યો છે. જેના કારણે જોખમના સમયે લોકોનું સ્થળાંતર કરાવી શકાય. તેમણે એમ પણ જણાવ્યું કે "કેન્દ્રએ ટાપુ પર 10 સ્થળોએ 10 ફિશ એગ્રેગેટિંગ ડિવાઇસ (એફએડી) પણ લગાવ્યા છે જેથી માછીમારોને ફાયદો થઇ શકે."

English summary
Andaman tsunami warning system can alert in 3 min.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X