આંધ્ર પ્રદેશ: રબરનું રમકડું ગળી જતાં 4 વર્ષના બાળકનું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

આંધ્ર પ્રદેશના એલુરૂમાં એક ચાર વર્ષના બાળકનું અણધાર્યું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી છે. 4 વર્ષનો નાનકડો નિરીક્ષણ કુમાર નાશ્તાના પેકેટમાં આવેલ રબરનું રમકડું ભૂલમાં ગળી ગયો હતો અને આ કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં આવેલ એલુરુની છે. બાળકના પિતા લક્ષ્મણે આ અંગે વાત કરતા કહ્યું હતું કે, નિરીક્ષણ તુરંત જે બેભાન થઇ ગયો હતો અને આથી અમે તેને તાત્કિલક સરકારી હોસ્પિટલ લઇ આવ્યા હતા. જો કે, અહીં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

andhra pradesh

આ ઘટના બુધવારે બની હતી. બુધવારે સવારે બાળકના પિતા તેને લઇ એક સ્થાનિક દુકાને ગયા હતા, જ્યાં તેમણે નિરીક્ષણ માટે આ નાશ્તાનું પેકેટ ખરીદ્યું હતું. લક્ષ્મણે જાતે એ પેકેટ ખોલી બાળકના હાથમાં મુક્યું હતું. આ પેકેટમાં જ રબરનું રમકડું પણ હતું, જેને બાળક રિંગ સમજીને ખાઇ ગયું હતું. આ રબરનું રમકડું હોવાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું. તબીબોના જણાવ્યા મુજબ, બાળક હોસ્પિટલ પહોંચતા પહેલા જ મરી ચૂક્યું હતું.

English summary
Andhra Pradesh: 4 year old boy died after swallowing rubber toy inside snack packet on Wednesday.
Please Wait while comments are loading...