આંધ્ર પ્રદેશઃ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ઓઈલ લીક થવાથી લાગી ભીષણ આગ
વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ગુરુવારે આગ લાગવાને કારણે એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. અહીં 1.2 મેગાવૉટ ઈલેક્ટ્રીક મોટરમાં ટર્બાઈન ઓઈલ લીક થવાના કારણે સ્ટીલ પ્લાન્ટમાં આગ લાગી ગઈ છે. પ્લાન્ટમાં આગના અમુક ફોટા સમાચાર એજન્સી એએનઆઈ પર પણ શેર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આગને કાબુમાં કરી લેવામાં આવી છે. આનાથી થયેલ જાનમાલના નુકશાનના હજુ સુધી કોઈ સમાચાર નથી. દૂર્ઘટના સાથે જોડાયેલી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં નાનૂકાકા એસ્ટેટ સ્થિત એક કેમિકલ પ્લાન્ટમાં એક પછી એક ઘણા ધમાકા થયા. જેના કારણે ત્યાં કપડાના ગોડાઉનમાં આગ લાગી ગઈ. પરિસરની અંદર એ વખતે ઘણા લોકો હાજર હતા. દિવાલ ધસી પડવાના કારણે ત્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાઈને મરી ગયા. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ આ દૂર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો દબાયા હોવાની સંભાવના છે. સળગતા ગોડાઉનમાંથી ત્રણ લોકોને પણ બચાવવામાં આવ્યા છે.
આગ ઓલવવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ (એએફઈએસ)ના પ્રમુખ મિનોચ દસ્તુરે કહ્યુ કે આ દૂર્ઘટના દરમિયાન ઘટના સ્થળેથી ઘણા લોકોને બચાવવામાં આવ્યા. જ્યારે અમુક સંભવતઃ કાટમાળની નીચે દબાયા. દસ્તૂરે જણાવ્યુ કે કપડાના ગોદામમાં આગ તેની પાસેના પ્લાન્ટમાં વિસ્ફોટના કારણે લાગી. અહીં રાસાયણિક કારખાનાની બાજુમાં જ કપડા ગોદામ સ્થિત હતુ. જેની દિવાલ ધ્વસ્ત થઈ ગઈ અને આગ લાગી ગઈ. આગથી આખા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ.
જમ્મુ કાશ્મીરમાં સીમા પાસે BSFના જવાનોને મળી સુરંગ