IAFએ સ્વદેશી આકાશ મિસાઈલ સાથે રશિયાની ઈગ્લા મિસાઈલોનુ કર્યુ પરીક્ષણ
નવી દિલ્લીઃ ભારતીય વાયુસેના(આઈએએફ)એ આંધ્ર પ્રદેશમાં વાયુસેના સ્ટેશન સૂર્યલંકામાં એક એક્સરસાઈઝ દરમિયાન રશિયા નિર્મિત ઓછા અંતરની ઈગ્લા મિસાઈલો સાથે ભારતમાં વિકસિત આકાશ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ. આઈએએફ તરફથી જણાવવામાં આવ્યુ છે કે વાઈસ ચીફ ઑફ એર સ્ટાફ(વીસીએએસ) એર માર્શલ એચએસ અરોડા પણ મંગળવારે એક્સરસાઈઝમાં હાજર હતા. તેમણે આ અભ્યાસને બારીકાઈથી પરખ્યો.
સતત થઈ રહ્યા છે પરીક્ષણ
સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે 23 નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી આ એક્સરસાઈઝ આયોજિત થઈ હતી અને આ દરમિયાન મિસાઈલો છોડવામાં આવી. એર માર્શલ અરોડાએ આ પ્રસંગે એર વૉરિયર્સને સંબોધિત કરીને ભાગ લેનાર ફાઈટર સ્ક્વૉડ્રનને તેમના કૌશલ માટે શાબાશી આપી. આ પરીક્ષણ એવા સમયે થયુ છે જ્યારે થોડા દિવસ પહેલા જ બ્રહ્મોસ મિસાઈલનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આઈએએફ તરફથી બ્રહ્મોસનુ સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ભારત, સતત છેલ્લા લગભગ એક મહિનાથી મિસાઈલ પરીક્ષણોને અંજામ આપી રહ્યુ છે. ચીન અને પાકિસ્તાન બંને તરફથી ચાલી રહેલ પડકારોના કારણે ભારત સેનાઓને સતત મજબૂત રાખવાના હેતુથી તૈયારીઓને પૂરી કરી રહ્યુ છે. નવેમ્બર મહિનામાં સેનાએ અંદમાન-નિકોબારમાં બ્રહ્મોસનુ પરીક્ષણ કર્યુ હતુ ત્યારબાદથી વાયુસેના અને નૌકાદળે પણ પરીક્ષણને અંજામ આપ્યો હતો.
Coronavirus: ફેસ માસ્ક માટે WHOએ જારી કરી નવી ગાઈડલાઈન