• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આંધ્ર પ્રદેશઃ ચૂનાની ખાણમાં ભયંકર વિસ્ફોટ, 5 મજૂરના મોત અને 4 લાપતા

|

આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં શનિવારે ભયંકર વિસ્ફોટ થયો. મામિલપલ્લે ગામમાં આવેલ એક ચૂનાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં છે જ્યારે 4 મજૂર હજી પણ લાપતા જણાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડેટોનેટર્સને બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની.

આ ધમાકેમાં મૃત્યુ પામનાર શખ્સોના દેહની ઓળખ કરવી પણ બહુ મુશ્કેલ થઈ રહી છે. પોલીસે માત્ર 5 મૃતદેહની જ ઓળખ કરી છે, જ્યારે 4 દેહ લાપતા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાંથી કેટલાક પુલિવેંદુલા ચૂંટણી ક્ષેત્રના હતા. પુલિવેંદુલા મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડીનો ચૂંટણી વિસ્તાર છે. ખુદ મુખ્યમંત્રીએ આ ઘટનાની જાણકારી મેળવી અને તપાસના આદેશ આપ્યા છે.

હેમંત બિસ્વા સરમા બનશે આસામના આગલા મુખ્યમંત્રી, સર્વસંમતિથી વિધાયક દળના નેતા ચૂંટાયાહેમંત બિસ્વા સરમા બનશે આસામના આગલા મુખ્યમંત્રી, સર્વસંમતિથી વિધાયક દળના નેતા ચૂંટાયા

રિપોર્ટ મુજબ કડપ્પાના એસપી કેકેએન અંબુરાજને જણાવ્યું કે અત્યાર સુધી 5 મૃતકોની ઓળખ થઈ શકી છે. શરૂઆતી રિપોર્ટમાં માલૂમ પડ્યું કે ડેટોનેટરને કારણે આ ધમાકો થયો છે. તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.

English summary
Andhra pradesh: massive explosive killed many workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X