For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફોનને ઇશારાથી ઓપરેટ કરી જીત્યું 50 લાખનું ઇનામ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

andrea-colaco
નવી દિલ્હી, 22 મે: ભલે આ તમે વાત સાથે સંબંધ ધરાવતા ના હોવ પરંતુ તે સત્ય છે કે ટચ સ્ક્રીન અને ગેજેટ્સ બાદ નવો જમાનો ટચ ફ્રી ટેક્નોલોજીનો હશે. ગોવામાં રહેતી એડ્રિંયા કોલકોએ એવી ટેક્નોલોજી વિકસાવી છે કે જેનાથી ફોન, ટેબલેટ કે પછી અન્ય ડિવાઇસ ટચ ફ્રી થઇ જશે એટલે કે તમારા ઇશારાઓ પર કામ કરશે.

નવી ટેક્નોલોજી બજારમાં આવ્યા બાદ ટચસ્ક્રીન ટેક્નોલોજી ભૂતકાળ બની જશે. આ ટેક્નોલોજીમાં તમે પોતાના ડિવાઇસથી હવાના પાતળા થરના માધ્યમથી સંપર્કમાં રહી શકશો.

એડ્રિંયા કોલકોએ મૈસાચુએટ્સ ઇસ્ટીસ્ટૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ડોક્ટરેટ પુર્ણ કર્યું છે. તેને મે મહિનાની શરૂઆતમાં પોતાની નવી શોધ 3D સેસિંગ ટેક્નોલોજી માટે એક લાખ અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે.

એડ્રિંયા કોલકોના જણાવ્યા અનુસાર ટેક્નોલોજીની દુનિયામાં ઝડપથી ફેરફાર થઇ રહ્યાં છે અને આગામી સમયમાં એવી ટેક્નોલોજી ઉપલબ્ધ થશે જેનાથી ફક્ત આંખના ઇશારાથી તમે મોબાઇલ અને બીજા અન્ય ગેજેટસ ઓપરેટ કરી શકશો.

એડ્રિંયા કોલકોએ આશા વ્યક્ત કરી છે કે મોબાઇલ નિર્માતા ધીમે-ધીમે નવી સેસિંગ ટેક્નોલોજીને અપનાવી લેશે. 3D સેસિંગ ટેક્નોલોજી પર કામ કરનાર નવી ટેક્નોલોજી જોરદાર હશે. એડ્રિંયા કોલકોએ જણાવ્યું હતું કે પુરસ્કાર મળ્યા બાદ તે શોધમાં તેજી લાવશે.

English summary
The next 'in' feature for your smart phone might very well be gesture-recognition and it is a young Goan who is behind the innovation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X