આંધ્ર પ્રદેશઃ પૂર્વ ગોદાવરીમાં ભીષણ અકસ્માત, 6 લોકોના મોત, 15 ઘાયલ
નવી દિલ્લીઃ આંધ્રપ્રદેશથી એક મોટા સમાચાર છે જ્યાં કાલે મોડી રાતે પૂર્વ ગોદાવરીમાં એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 15 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે લગ્ન સમારંભથી પાછા આવવા દરમિયાન આ દૂર્ઘટના બની છે. વેન ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતા આ દૂર્ઘટના બની છે.
ડમ્પરે મહિલાઓને કચડી
જ્યાં એક તરફ આંધ્ર પ્રદેશમાં આ દૂર્ઘટના મોડી રાતે બની ત્યાં ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ગામ પાસે એક ઝડપથી આવી ડમ્પરે 3 મહિલાઓને કચડી દીધી. ઘટના સ્થળે ત્રણે મહિલાઓના મોત થઈ ગયા જ્યારે પાસે ઉભેલ એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આ ઘટના બાદ ગામના લોકોની ભીડ એકઠી થઈ ગઈ. અમુક લોકોએ ડમ્પરની ઓળખ માટે ત્યાં બાજુમાં સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવા માંગી. જ્યારે તેમને ખબર પડી કે સીસીટીવી કેમેરા બંધ છે તો તેમનો ગુસ્સો મંદિરના પૂજારી પર તૂટી પડ્યો.
ભીડે પૂજારીને જોરદાર માર્યો
લોકોએ ત્યાં જ પૂજારીને પકડી લીધો. ત્યારબાદ તેને જોરદાર માર્યો. સૂચના મળતા પહોંચેલી પોલિસે પૂજારીને ભીડની ચુંગાલમાંથી છોડાવ્યો.સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ત્રણ મહિલાઓને કચડ્યા બાદ ડમ્પર ત્યાંથી જતુ રહ્યુ. આ ઘટના હિટ એન્ડ રનની છે. મૃતકોન ઓળખ ઉચેડિયા ગામની બોરોસિલ કંપનીમાં કામ કરતી મહિલાઓ તરીકે થઈ છે. તે ત્રણે અને એક યુવક ગુમાનદેવ હનુમાન મંદિર પાસે કોઈ વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઝડપથી આવતા ડમ્પરે ચારેને ચપેટમાં લઈ લીધા.