For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અનિલ અંબાણીએ લગાવ્યું ઝાડુ, 9 દિગ્ગજોને ફેંક્યો પડકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર: અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) ના માલિક અનિલ અંબાણીએ રાતના અંધારામાં ઝાડુ લગાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને સફાઇ અભિયાન સાથે જોડાવવાની અપીલ કરી હતી.

રાતના અંધારામાં અનિલ અંબાણીએ મુંબઇના ચર્ચગેટ સ્ટેશન પર સાફ-સફાઇ કરી. મુંબઇન રનર્સ ક્લબના પોતાના મિત્રો સાથે અનિલ અંબાણી સફાઇમાં જોડાયા. તેમણે વધુ નવ લોકોને ક્લીન ઇન્ડિયા ચેલેન્જ આપી. અનિલ અંબાણીએ અમિતાભ બચ્ચન, શોભા ડે, શેખર ગુપ્તા અને પ્રસુન જોશીને ક્લીન ઇન્ડિયા ચેલેન્જ આપી.

anil-ambani

આ ઉપરાંત અનિલ અંબાણીએ મૅરીકોમ, સાનિયા મિર્જા, ઋત્વિક રોશન, તેલૂગૂ સુપરસ્ટાર નાગાર્જુન અને દેશભરના રનર્સ ક્લબને ક્લીન ઇન્ડિયા ચેલેન્જ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિના દિવસે સ્વચ્છ ભારતના સંદેશનો પ્રચાર કરવા માટે અભિનેતા સલમાન ખાન, અભિનેત્રી પ્રિયંકા ચોપડા, ક્રિકેટર સચિન તેંડુલકર અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી સહિત નવ લોકોને પડકાર ફેંક્યો હતો.

વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં પોતાના ભાષણમાં કહ્યું હતું, ''હું નવ લોકોને સાર્વજનિક સ્થળો પર આવીને સ્વચ્છ ભારતની દિશામાં કામ કરવા માટે આમંત્રિત કર્યા છે.''

નવ હસ્તીઓમાં ગોવાની રાજ્યપાલ મૃદુલા સિન્હા, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, યોગ ગુરૂ બાબા રામદેવ, અભિનેતા-નિર્માતા કમલ હસન અને ટેલીવિઝન ધારાવાહિક 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ પણ સામેલ છે. વડાપ્રધાને કહ્યું હતું કે 'આ નવ લોકો નવ અન્ય લોકોને નામિત કરી શકે છે અને તે સફાઇ કરી શકે છે તથા તેનો વીડિયો અપલોડ કરી શકે છે.

English summary
Move over the Ice Bucket Challenge, cause Prime Minister Narendra Modi's 'Clean India Challenge' is taking the country by storm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X