For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ અંગે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત બીજેપી પર હુમલો કરતા રહે છે. રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાનો લગાવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત બીજેપી પર હુમલો કરતા રહે છે. રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાનો લગાવ્યો છે. રાહુલ ગાંધી સતત કહેતા આવ્યા છે કે પીએમ મોદીએ અનિલ અંબાણી ગ્રૂપને રાફેલ ડીલ ઘ્વારા ફાયદો પહોંચાડ્યો છે, જયારે અનિલ અંબાણી ઘ્વારા એક પત્ર લખીને તેમના આરોપોનો જવાબ આપવામાં આવ્યો છે.

વાંચો: જેને સાઇકલ નથી બનાવી તેને પીએમે રાફેલ કોન્ટ્રાક્ટ આપ્યો

રાહુલ ગાંધીને પત્ર લખીને જવાબ આપ્યો

રાહુલ ગાંધીને પત્ર લખીને જવાબ આપ્યો

અંબાણી ઘ્વારા પોતાના પત્રમાં જણાવવામાં આવ્યું કે કેટલાક સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ લોકોએ કોંગ્રેસને ખોટી માહિતી આપી અને રાફેલ મામલે ગુમરાહ કરવાનું કામ કર્યું. અંબાણી ઘ્વારા પત્રમાં એવા આરોપો પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ પહેલા પણ અનિલ અંબાણીએ 12 ડિસેમ્બર 2017 દરમિયાન રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો જેમાં તેમને જણાવ્યું હતું કે રિલાયન્સ સમૂહને આ ડીલ એટલા માટે મળી કારણકે તેમની પાસે ડિફેન્સ શિપ બનાવવાનો અનુભવ છે.

45 હજાર કરોડના ફાયદાનો જવાબ

45 હજાર કરોડના ફાયદાનો જવાબ

જયારે બીજા પત્રમાં અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાફેલ વિમાનનું નિર્માણ રિલાયન્સ ઉદ્યમ ઘ્વારા નહીં કરવામાં આવે. આ બધા જ 36 વિમાનોનું 100 ટકા ઉત્પાદન ફ્રાન્સમાં થશે. ત્યારપછી તેને ફ્રાન્સથી ભારત લાવવામાં આવશે. 45 હજાર કરોડના ફાયદાનો જવાબ આપતા અનિલ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત ઘ્વારા ખરીદવામાં આવેલા 36 વિમાનના કોઈ પણ કમ્પોનન્ટનું નિર્માણ રિલાયન્સ ઘ્વારા નહીં કરવામાં આવે.

રાફેલ કવર કરનારા પત્રકારોને મળી રહી છે ધમકીઃ રાહુલ ગાંધીરાફેલ કવર કરનારા પત્રકારોને મળી રહી છે ધમકીઃ રાહુલ ગાંધી

અંબાણીએ જણાવ્યું કે ઉપજાવેલી કહાની બનાવવામાં આવી છે

અંબાણીએ જણાવ્યું કે ઉપજાવેલી કહાની બનાવવામાં આવી છે

અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફાયદો કરાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે કેટલાક સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ લોકો ઘ્વારા ઉપજાવેલી કહાની છે. ભારત સરકાર સાથે રિલાયન્સ નો કોઈ પણ કોન્ટ્રાક્ટ નથી થયો. રિલાયન્સ ડિફેન્સના આરોપો પર અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડિસેમ્બર 2014 - જાન્યુઆરી 2015 દરમિયાન રિલાયન્સ સમૂહ ઘ્વારા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં ઉતારવા અંગે એલાન કરવામાં આવ્યું હતું.

English summary
Anil Ambani letter to rahul gandhi, counters rafale charges made by congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X